________________
[૩૬]
આ. વિ.નદનસૂરિ-સ્મારકગ્રંથ હકીકતનું સ્મરણ ઘણું શાસનપ્રેમી આત્માઓને વ્યથિત કરે તે સાચું હોવા છતાં, તેઓશ્રીની આત્મસાધનાનું જે સૂકમ બળ આજેય આપણું વચ્ચે વિદ્યમાન રહીને આપણને ગુરુભક્તિની અનન્ય પ્રેરણા આપી રહ્યું છે, આપણા જીવનની પળેપળ શાસન કાજે સાર્થક કરવાનું ભાન આપણને કરાવી રહ્યું છે, તે પણ ઓછા આશ્વાસનની વાત નથી.
ઉપકારી ગુરુમહારાજની બેનમૂન ભક્તિનો જાજ્વલ્યમાન જે આદર્શ તેઓશ્રીએ પિોતાના જીવનમાં સ્થાપ્ય તેમ જ તેને અણિશુદ્ધપણે દીપાવ્યો તે આજના વિષમય વાતાવરણ વચ્ચે આપણું માટે પથપ્રદર્શક દીપક સમાન છે. ઉપકારી વડીલોની આશિષમાં જે અમોઘ શક્તિ છે, તેની ઉપેક્ષા કરીને આપણે દુર્ભાગ્યના શિકાર બનીએ છીએ, અમંગળના ચક્કરમાં ફસીએ છીએ અને પછી તેના દેષને ટેપલો બીજાને માથે ઢળી પણ દઈએ છીએ. જ્યારે દિવંગત આચાર્યદેવે તો સ્વ-ઈચ્છા જેવું કશું રાખ્યા સિવાય ગુર્વાજ્ઞા સર્વેસર્વા”ને મંત્ર ગજવીને આપણને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે.
સદેવ સત્ત્વવંતા વદન પર નિહાળવા મળતી એ સમતાનું દર્શન, આજેય દિલમાં ડહાપણના દીવા પેટાવે છે, વિષય-કષાયના વાવાઝોડાને ઝબ્બે કરવાનું પવિત્ર બળ પ્રાણેમાં પ્રગટાવે છે.
પરમતારક શ્રી વીતરાગ પરમાત્માના શાસન કાજે શ્વાસોશ્વાસ લેનારા મહાત્માઓ કેવા હોય તેને જવલંત આદર્શ સ્થાપીને જેઓશ્રીએ કાળને એનો ધર્મ બજાવવા દીધે, તે પ. પૂ. આચાર્યદેવનો જન્મ વિક્રમ સંવત ૧૫૫માં બોટાદમાં હેમચંદશાને ત્યાં થયો હતો. ત્યાગ-વૈરાગ્યસમૃદ્ધ જીવનનું ગજબનું આકર્ષણ બાલ્યકાળથી જ તેમના અંતઃકરણમાં હતું.
કાળ પાકતાં, ૧૫ વર્ષની વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને, તેઓશ્રી શાસનસમ્રાટશ્રીના પરમ વિનય પટ્ટધર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદયસૂરીશ્વરજીના શિષ્ય બન્યા. અને જોતજોતામાં એવા તે આગળ વધી ગયા કે મત પૂછો વાત. ન્યાય, વ્યાકરણ, આગમ સાહિત્ય આદિનું તલસ્પર્શી જ્ઞાન તેઓશ્રીએ દીક્ષા પછીનાં ૧૨ વર્ષમાં જ, સમ્યફ પ્રકારે ઉપાર્જન કરી લીધું. છતાં એ જ્ઞાનનો મુદ્દલ અહં તેઓશ્રીને હવે નહિ, પણ ફળભારે નમતા આમ્રવૃક્ષની જેમ યથાર્થ વિનમ્રતા તેઓશ્રીમાં સ-રસ રીતે પુષ્ટ થઈ.
આચાર્ય પદની સઘળી યોગ્યતાઓ માત્ર ૨૭ વર્ષની નાની વયે તેઓશ્રીમાં પ્રગટપણે વર્તાતાં, ૨૭-૨૮ની વયમાં તેઓશ્રી આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત થયા. આ પ્રતિષ્ઠાએ તેઓશ્રીની શાસનપ્રભાવક ક્ષમતામાં ઘણું વધારે કર્યો. સંઘ, શાસન, શાસ્ત્રો અને તીર્થોનાં ઊંડાં મૂળને વધુ દત, અસરકારક તેમ જ આમોન્નતિપ્રદાયક બનાવવામાં તેઓશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org