________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૮]. પછી તરત ખટારે નદી પાર કરી ગયો. રાણકપુરજી જઈ પ્રતિમાજી લઈને સાંજના છ વાગતામાં પાછા સાદડી ઉપાશ્રયે પહોંચી ગયા. પછી ટ્રસ્ટીઓએ મહારાજ સાહેબને જીરાવળા જવાનો સમય પૂછળ્યા, તો મહારાજ સાહેબ કહેઃ “શી ઉતાવળ છે અત્યારે જવાની? હવે રાત પડવાની તૈયારી છે. આરામ કરે. મને ઠીક લાગશે ત્યારે કહીશ.”
ટ્રસ્ટીઓ તો “જી સાહેબ, જે આપને હેકમ” કહીને ન્યાતિ નહરામાં જ સૂઈ ગયા. મહારાજ સાહેબ પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરીને બેઠા ને મને બેસાડીને તરેહતરેહની વાત કરવા લાગ્યા. નવ વાગ્યાની વાતોએ ચડ્યા, તે એક વાગ્યા સુધી વાતો ચાલી. હું હાજી હાજી કર્યા કરું ને વચ્ચે વચ્ચે ઝોકાં ખાધાં કરું ! એક વાગ્યાના સુમારે ન્યાતિ નૌહરાના ડેલાની સામે જમણે હાથે આવેલા શંકર ભગવાનના મંદિર પાસેના પીપળાના ઝાડ ઉપર
રવ” (ચીબરી) પક્ષી બેલવા માંડ્યું. એટલે તરત મહારાજ સાહેબ બોલ્યા: “સમિયા ! આ પંખી જમણે હાથે બેલ્યું છે, ખરું? તું એની બોલી જાણે છે?” મેં ના કહી તે કહે, “એ અત્યારે ખૂબ સુંદર વાણું બોલ્યું છે. અત્યારે જ જે કઈ માણસ કાર્ય કરે તે તે સફળ થાય. એને વેરી-દુશ્મન ન પજવે તું ઊભો થા. પેલા જીરાવળાજીના શેઠિયાઓને બોલાવી લાવ.” હું દોડતો જઈને બધા ટ્રસ્ટીઓને બોલાવી લાવ્યા.
એ લોકો આવ્યા કે તરત મહારાજ સાહેબે કહ્યું: “તમે પાંચ મિનિટમાં તૈયાર થઈ જાવ, અત્યારે ખૂબ સારા શુકન થાય છે, તમે પ્રભુજી લઈને રવાના થાવ.”
શ્રાવકો તરત સ્કૂતિબંધ તૈયાર થઈ ગયા, ને ખટારામાં બેસીને રવાના થયા.
પછી મને કહેઃ “અલ્યા, આજે તારે ખૂબ જાગવું પડવું, ખરું ?” મેં કહ્યું : સાહેબ, આપ જાગે તે માટે સૂઈ જવાય?” પછી દોઢ વાગે અમે સૂતા.
(૬) મહારાજ સાહેબ, ચોમાસા દરમ્યાન, ન્યાતિ નૌહરાના વ્યાખ્યાન-ખંડમાં સૂતા, અને પૂ. ગુરુમહારાજ શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજ ડેલાના બારણા પાસે સંથારે કરતા. હું રાતના કાયમ મહારાજ સાહેબની સેવા કરવા જઉં, તે મને પૂછે કે, “ગુરુ મહારાજ પાસે જઈ આવ્યે? એમની સેવા કરી આ ?હું ના કહું તે તરત કહેઃ “જા, પહેલાં ત્યાં જા. ગુરુમહારાજની સેવા કરીને પછી જ અહીં આવવું.” હું ઊઠીને ગુરુમહારાજ પાસે જા ને સેવા કરવા માંડે, તો ગુરુમહારાજ પૂછે: “કેણ? ચમનો ? નંદનસૂરિજીની સેવા કરી આવ્યો.” હું ના કહું તો તેઓશ્રી કહેઃ “જા, એમની તબિયત નરમગરમ રહ્યા કરે છે, પહેલાં એમની સેવા કરી આવ.”
આમ ઘણીવાર મારે ચાર-પાંચ વાર આંટા થાય. બંને ગુરુ-શિષ્યનો એકબીજા ઉપર કે પ્રેમભાવ હતો, તે મને આવી રીતે જોવા મળતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org