________________
[૩૮]
આ વિનંદનસૂરિ સ્મારકથ આદિ અનંત પદ જઈ વર્યું, નહિ દુઃખને લવલેશ જી; “નન્દન” કહે પ્રભુ માહરી, માની લો અરદાસજી.
ત્રિશલાનંદન પ્રભુ! માહરી૧૬
જ્ઞાનદ્રવ્યના ઉપયોગ સંબંધી ખુલાસો આપતે એક પત્ર
નમો નમ: શ્રી ગુરુનેમિસૂરયે જૈન સાહિત્ય મંદિર, પાલીતાણું (સૌરાષ્ટ્ર)
તા. ૧૯-૬-૬૧ લિ. વિજયનંદનસૂરિ વિ. તવ શ્રી દેવગુરુભક્તિકારક શા. ભોગીલાલ બુલાખીદાસ વગેરે યોગ્ય ધર્મલાભ.
(અમદાવાદ) - પરમ પૂજ્ય પરમોપકારી પ્રાતઃસ્મરણીય શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી પૂજ્યપાદ પરમકૃપાળુ શ્રી ગુરુભગવંતના પુણ્યપસાયથી અહીં સુખશાતા વર્તે છે. તમારે તા. ૧૭-૬-૬૧ને પત્ર મલ્યો. તમારા કુશલાદિ સમાચાર જાણે સંતોષ. જવાબમાં–
તમારે ત્યાં “પ્રાચ્ય વિદ્યા ભવન”જ્ઞાનભંડાર માટે પુસ્તક આપવા-લેવા-સાચવવા સારુ રાખેલ જે શ્રી વીતરાગ ભગવાનનો અનુયાયી માણસ છે, તેને મહેનતાણું તે સંસ્થાના જ્ઞાનખાતામાં આવેલ રકમમાંથી આપીએ તો તે બરાબર છે, પૂછાવ્યું તે તે રીતે આપવામાં અમને કોઈ જાતનો બાધ લાગતું નથી. આપી શકે છે.
વિશેષમાં, તે માણસ પુસ્તક સિવાયનું બીજું કંઈ કામ તમારું કે સાયટીનું કરતા હોય કે કરાવાતું હોય તો તેમાં અમુક ભાગ મહેનતાણું સાધારણ ખાતેથી આપવું, જેથી આપણે આપણું કંઈ આંટાવિંટાનું કરાવતા હોઈએ તો તે બાબતને પણ દોષ રહે નહિ. જેમ ૧૨ આના જ્ઞાનખાતામાંથી, ૪ આના સાધારણ ખાતામાંથી. અથવા ૧૪ આના જ્ઞાનખાતામાંથી, ૨ આના સાધારણ ખાતામાંથી આપવા જેવું જે ખાતાનું કામ.
હાલ એ જ, સાધ્વીજી મહારાજના સ્વાધ્યાય અર્થે મોકલાવેલ શ્રી ઉત્તરાધ્યયન પુસ્તક ૧ મોકલ્યું, તે પણ પહોંચ્યું છે. તે સાધ્વીજી મહારાજને મોકલાવી આપીશું. ધર્મકરણીમાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું. જન સેસાયટી સકળ શ્રીસંઘને અમારા ધર્મલાભ.
તા. ક. ઉપર પ્રમાણે મહેનતાણું લેનાર માણસને પણ તે પ્રમાણે ખાતામાંથી મહેનતાણું લેવામાં સંકોચ કે શંકા લાવવાની જરૂર નથી. તે તે ખાતામાં મહેનત કરીને તે તે ખાતામાંથી મહેનતાણું લેવાનું છે. એ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org