________________
(૪૫૪]
આ વિનદનસૂરિ સ્મારક્યથી તેઓ જે કહે ને માને, તે અમારે પણ સ્વીકાર્ય છે, આવાં વચનો વારંવાર અનેક અગ્રણીઓના મુખે સાંભળ્યાં છે. આવા દીર્ઘદૃષ્ટિવાળા મહાન આચાર્ય મહારાજની ખોટ સંઘને કેટલી વસમી છે તેને અનુભવ તેઓશ્રીના કાળધર્મ પછીના દોઢ વર્ષના ટૂંકા ગાળામાં જ એકથી વધુ વાર થયેલ છે. અને એ જ બતાવે છે કે પૂજ્ય આચાર્ય મહારાજ પાસે હરેક બાબતે આશ્ચર્યકારક હૈયાઉકલત, કોઠાસૂઝ, સરળતાથી ભરેલી દૂરંદેશી વૃત્તિ અને સમાધાનપ્રિય સ્વભાવની ઉમદા સંપત્તિ તથા શક્તિ હતી.
આવા મહાપુરુષના સ્વર્ગવાસને આઘાત પૂ. શાસનસમ્રાટના સમુદાયને તથા સમુદાયના ભક્ત ગૃહસ્થવર્ગને અવશ્ય અને અસહ્ય લાગે જ; પણ કાળની ગતિ આગળ આપણે કેઈ ઉપાય નથી. તેઓશ્રીને ચારિત્રથી પાવન એ આત્મા સમુદાય પર તથા અમારા પર સતત આશીર્વાદ વર્ષાવત રહે અને પૂ. શાસનસમ્રાટનો મહાન સમુદાય પણ અમારા પર કૃપાની વર્ષા કરતો રહે એવી નમ્ર વિનંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org