________________
[ ૪૧૮ ]
. વિ. નંદનસૂરિ-સ્મારકગ્ર‘થ
પૂજ્યવરે ખૂબ સરળ અને સરસ જવાબ આપ્યા : “ અનીતિ તરફ જનારને નીતિને રસ્તે લઈ આવે એનું નામ ધમ, અનીતિ કરનારને સરકાર કાયદા દ્વારા શિક્ષા-સજા કરે છે, પણ તેથી અનીતિ ઘટતી નથી. ધર્મ પણ આ જ કામ કરે છે; પણ તે પ્રેમથી. ધર્મ, પ્રેમપૂર્વક અનીતિ અટકાવે છે, અને જનતાને નીતિ તરફ દોરે છે. માટે આ યુગમાં ધર્મની ખાસ જરૂર છે.” આ જવાબથી એ બૌદ્ધ સાધુ પ્રસન્ન થયા.
(૬) એક દિવસ પૂજ્યવરે મને કહ્યું ઃ “ મારી નાની ઉંમરમાં મારી ભાવના હતી કે કલ્પસૂત્ર અને નંદિસૂત્ર-ખને કઠસ્થ કરવાં. પણ એ કરવા જેવા સમય-સયાગ ન મળ્યા ને કરી નથી શક્યો. તું નત્રિ માટે કર.”
મેં એ આદેશ સ્વીકાર્યા. મૂળ નદિસૂત્ર કઠસ્થ કર્યું. એ અરસામાં પૂજ્યવર ડબલ ન્યુમેનિયાની ગંભીર બિમારીમાં પટકાયા. તેઓ મને પાસે બેસાડતા, ને રાજ ત્રણ વાર પંચસૂત્ર-પ્રથમ સૂત્રનું શ્રવણ કરતા; નદિસૂત્ર પણ કાયમ સાંભળતાં; સાંભળતી વખતે ખૂબ એકાગ્રભાવ રાખતા ને ઘણા આહ્લાદ પામતા.
(૭) શાંતિવન (અમદાવાદ)ના દેરાસરની પ્રતિષ્ઠાનેા પ્રસંગ હતા. ત્યાં શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે આવેલા. એમની જોડે આગમાની અનેક વાર્તા પૂજ્યવરે કરી. એમાં વચ્ચે વચ્ચે શ્લેાકેા પણ ઘણા ખેલ્યા. એ પ્રસંગે કહે : “ વિદ્વાનાના આનંદ કરોડપતિ કદી ન લઈ શકે. પણ વિદ્વાન ધારે તેા કરોડપતિના આનંદ જરૂર લઈ શકે છે. વિદ્વાનમાં ને કરોડપતિમાં આટલા તફાવત છે.”
(૮) શ્રી કલ્યાણભાઈ ડિયાના નાના ભાઈ મહેન્દ્રભાઈના પુત્રનુ બ્રેઈન-ટ્યુમરના રોગમાં નાની ઉમરે અવસાન થયેલુ. એ પછી એક વાર ડિયાની વિનંતીથી પૂજ્યવર એમના ખગલે પધારેલા. તે વખતે સંસારનુ` સ્વરૂપ સમજાવીને એમને શેક આ કરવા એમણે એક દાખલા આપ્યા :
“ છે.ટાલાલ લલ્લુભાઈ ઝવેરી અમદાવાદના એક નખરના આગેવાન શેઠ અને શ્રાવક હતા. વિદ્યાશાળાના વહીવટદાર હતા. એમને અઢાર કે વીસ વર્ષના દીકરા અચાનક ગુજરી ગયા. એમની પ્રતિષ્ઠા એવી કે આખું ગામ એમને ત્યાં પથરણે આવેલું, એ સમયે છેાટાભાઈ એ એક માળાના ડખ્ખો રાખી મૂકેલા. જે આવે એને કહે : ‘ એ મારા મહેમાન બનીને આવેલા, એ પાછે ચાલ્યા ગયા છે. હવે એની પાછળ શેક કરવાથી શુ ? આ એક માળા લેા ને નવકાર ગણા. એના આત્માને એથી શાંતિ મળશે.’ ”
(૯) એક વાર કાઈકે પૂછાવ્યુ કે, પૂજારીના પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય કે નહીં ? ઘણા ના પાડે છે, આપના જવાબ પર નિય અવલંબે છે.
આ વાંચીને પૂજ્યવર કહે ઃ “ મજાની વાત છે આ. શ્રાવકના દીકરા વાસણના વેપારી હોય. એ ત્રિગડા તૈયાર કરીને વેચે ને દેવદ્રવ્યના પૈસા લે, એમાં એને કોઈ દોષ નહિ, કેમ કે એણે વસ્તુ આપીને પૈસા લીધા છે. તો પછી પૂજારી એના મહેનતાણાના પગારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org