Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 490
________________ પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય [૧૯]. પૈસા દેવદ્રવ્યમાંથી શા માટે ન લઈ શકે ? એ તો એની મહેનતના પૈસા લે છે, એમાં શું વાંધો ? મને તો જરાય વાંધો નથી લાગતું.” (૧૦) પૂજ્યવરની પાસે મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે રચેલા લોકપ્રકાશ ગ્રંથના તેમણે પિતાના હાથે જ ચીતરેલાં ચિત્ર-યંત્રાદિકના અઠ્ઠાવન કે એટલાં પાનાં હતાં. એ પાનાં જેમાં હોવાં જોઈએ એ આખી પ્રતિ ન હતી, માત્ર એમાંનાં આટલાં પાનાં જ હતાં. પૂજ્યવરે એક વાર આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીને એ દેખાડેલાં. આ પછી કેટલાંક વર્ષ બાદ કઈક ગામના ભંડારમાંથી પુણ્યવિજયજી મહારાજને લેકપ્રકાશની વિનયવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી આખી પ્રતિ મળી આવી. એ પ્રતિમાં પૂજ્યવર પાસે હતાં, એટલાં જ પાનાં ખૂટતાં હતાં. પુણ્યવિજયજી મહારાજે પૂજ્યવરને આ વિગત જણાવીને પેલાં પાનાં જેવા મંગાવ્યાં. પૂજ્યવરે એ મોકલી આપ્યાં. પુણ્યવિજયજી મહારાજે એ પાનાને પેલી પ્રતિની સાથે મેળવ્યાં તો તરત જ પ્રતિ સંપૂર્ણ બની ગઈ. એમણે એ વિગત પૂજ્યવરને જણાવી. એ જાણીને પૂજ્યવરને થયુંઃ આ અઠ્ઠાવન પાનાં મારી પાસે રહેશે તો આખી પ્રતિ ગુટક અને વિભાજિત રહેશે. મનેય આનંદ નહિ આવે ને એમનેય મજા નહિ આવે. આ કરતાં આ પાનાં એમની પાસે રહેશે તે એમને એમના સંશોધનમાં ઉપયોગી થશે ને પ્રતિ પણ એક ઠેકાણે અખંડ બની રહેશે. આ વિચાર કરી એમણે પુણ્યવિજયજી મહારાજને લખ્યું કે, એ અઠ્ઠાવન પાનાં તમારી પાસે એ પ્રતિમાં જ રાખજે; પાછાં મોકલવાની જરૂર નથી. (૧૧) ગની આરાધનાને પૂજ્યવર સાધુજીવનની સર્વોત્તમ અને આવશ્યક આરાધના માનતા. એ આરાધના અપ્રમત્ત ભાવે કરવાને તેઓ ખાસ આગ્રહ અને ચીવટ રાખતા. ખંભાતમાં સં. ૨૦૩૦માં એમની નિશ્રામાં, એમના હાથે, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા શ્રી આચારાંગસૂત્રના જેગ કરવાની મને ધન્ય તક મળી. એ દરમિયાન, ગની પ્રત્યેક કિયા વિશુદ્ધ અને અપ્રમત્ત-અપ્લાનભાવે થાય, ગોચરીપાણીમાં બધા નિયમો કડકપણે પળાય, ક્રિયામાં સહેજ પણ ગરબડ રહે નહિ, એ માટે એમની ચોકસાઈ અને કાળજી મેં બરાબર અનુભવી. તેઓ કહેતાઃ “જોગ અને તપ એ તે દેવતાધિષિત છે. કઈ માણસ મહિનાના ઉપવાસ કરે, એના શરીરમાં અમુક દિવસો પછી શક્તિ, સ્કૂતિ ને તેજ કેમ વધતાં હોય છે? એનો તપ દેવાધિષ્ઠિત બની જાય છે તેથી. એ જ રીતે જોગ એ તો સાધુજીવનની ઉત્કૃષ્ટ આરાધના છે. એમાં સહેજ પણ ખામી કે પ્રમાદ કે અતિચાર સેવવા નહિ, એ સેવશો તે એ આરાધના વિફળ બનશે.” જોગ ન કર્યા હોય તેવા મુનિને પદવી આપવાની તેઓ ના કહેતા. કેટલાક લોકે, વગર જેગ કર્યો, પદવી લેવા માટે પૂજ્યવર પાસે સંમતિ મેળવવાને સીધી કે આડકતરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536