________________
[૪૦]
આ. વિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ પ્રયાસ કરતા. પણ એવે વખતે ગાઢ સંબંધોને પણ વચમાં લાવ્યા વિના, એ વાતમાં સંમતિ આપવાનો સ્પષ્ટ ને કડક શબ્દોમાં ઈન્કાર તેઓ કરી દેતા.
(૧૨) પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં વૃદ્ધ સાધ્વીજી શ્રી વિનીતાશ્રીજી મહારાજ પાલનપુર પાસે મેતા ગામે કાળધર્મ પામતાં તેમનાં બે નાની ઉંમરનાં શિષ્યાઓ અમદાવાદ આવ્યાં. બંને સંસારી અવસ્થાથી પૂજ્યવરનાં પરિચિત. ઉંમર ખૂબ નાની હતી, ત્યારે પૂજ્યવરે પાલિતાણુમાં એમને ખૂબ સાચવેલાં. એ બાળાઓને દીક્ષા પણ પોતે જ આપેલી. એ બંને સાધ્વીઓ અમદાવાદ આવ્યાં, ત્યારે પૂજ્યવરે એમને ખૂબ આશ્વાસન તે આપ્યું, પણ એ સાથે એમને જોઈતી તમામ સગવડો પણ કરાવી આપી. એમને જે ઉપકરણાદિ જોઈએ તે આપે. એમને જે અગવડ હતી તે દૂર કરાવી. એમની વાતો પ્રેમપૂર્વક સાંભળે ને એમને ખૂબ સાંત્વન આપે. એ સાધ્વીઓને પૂજ્યવરે અમદાવાદમાં રહી જવાનું ખૂબ કહ્યું, પણ એમનો વિચાર હૈદરાબાદ તરફ એમના વડીલે પાસે પહોંચી જવાનો હતો. એટલે પૂજ્યવરે એમને વિહારમાં જોઈતી સામગ્રીની તથા અન્ય અનુકૂળતાઓ કરાવી આપી. પાલીતાણાથી એમને અનુકૂળ પડે એવી બાઈની ગોઠવણ કરી અપાવી. એમના વડીલ પર પિતે તારટપાલ લખીને સમાચાર પણ મેકલી–મેળવી આપ્યા. આમ, એમણે એટલી બધી કાળજી ને સારસંભાળ કરી કે એ જોઈને થયું કે ગચ્છનાયક હોય તે નાનાં-મોટાં સ્વ-પરનાં સાધુ-સાધ્વીઓની પ્રેમાળ વિશ્રામણા કરે એવા–આવા જ હોય.
આવા આવા તે કંઈક પ્રસંગોથી પૂજ્યવરનું જીવન વિશેષ ભાયમાન બનેલું છે. મેં તે, મને યાદ છે એમાંના કેટલાક પ્રસંગે જ અહીં આપ્યા છે. આ પ્રસંગમાં એમની વાત્સલ્યભરી સાધુતાનાં દર્શન થાય છે.
અને, મારા અંગત અનુભવની વાત કહું તે, મેં એમનામાં ઘેઘૂર વડલાની શીળી છાયાની ઠંડક અનુભવી છે; ઝરણાના નિર્મળ જળની મીઠપ માણી છે; કુટુંબના પિતામહની છત્રછાયા એમના સાંનિધ્યમાં પ્રાપ્ત કરી છે; માતાના હૈયે હોય એવી વહાલપ એમના ચરણોમાં બેસીને હું પામ્યો છું.
આ બધું આજે સાંભરે છે ત્યારે હૈિયું ઘણીવાર વિષણુ બની જાય છે. રે! એ પ્રેમાળ હાથ હવે માથે કણ ફેરવે?
અંતમાં એટલું જ કહીશ કે મારા જીવનના ઘડતરમાં અગ્રભાગ ભજવનાર, પૂરો રસ દાખવનાર એ પરમદિયાલુ પૂજ્યવરની કૃપાના સહારે સહારે એમના ઉન્નત જીવનને અને ઉદાત્ત આચરણને અનુકૂળ જીવન પસાર કરી શકવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org