________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારભ્રંથ જ પ્રવૃત્તિ કરી છે, અને કેવળ કષાયની જ પરંપરા વધારી છે, તેવા માણસમાં સમકિત કઈ રીતે હેઈ શકે !
અને હું પૂછું છું કે વલભસૂરિજી ને પુણ્યવિજયજી અરિહંત મહારાજને પોતાના દેવ માનતા હતા કે નહિ? એ કોઈ ખુદાને, રામને કે કૃષ્ણને પિતાના ભગવાન નહોતા માનતા ને? અને, આત્મારામજી મહારાજને પોતાના ગુરુ માનતા હતા કે નહિ? કાંઈ બાવા, ફકીર, જેવી કે સંન્યાસીને તે ગુરુ નહતા માનતા ને? અને, અરિહતે કહ્યું તે જ સત્ય છે, એમ માનતા હતા કે નહિ?
જે તેઓ અરિહંત મહારાજાને દેવ માનતા હતા, આત્મારામજીને પિતાના ગુરુ માનતા હતા ને ભગવંતે કહ્યું તે જ સાચું છે, એવી એમને શ્રદ્ધા હતી, તે પછી એમનામાં સમતિ નથી એમ કોણ કહી શકે ?
થયું. એ રાત રહીને બીજી સવારે એ લેકે વિહાર જ કરી ગયા.”
આટલું કહીને પૂજ્યવરે ઉમેર્યું: “એ લોકો કોઈનામાં સમક્તિ માનતા જ નથી; અમારામાંય નહિ. આને પહેલાં ખુલાસો કરો, પછી અમરમુનિની વાત કરે.”
આ સાંભળીને જીવાભાઈ શેઠ પણ નિરુત્તર રહ્યા.
(૩) સાધુઓ કે સાધ્વીઓ મુંબઈ જાય, એ તરફ પૂજ્યવરને અંગત રીતે અરુચિ હતી. એમની પાસે મુંબઈ તરફના વિહાર માટે, કે મુંબઈ પ્રવેશ માટે કઈ (પોતાના સમુદાયના સાધુ-સાધ્વી) મુહૂર્ત મંગાવે તે તેઓ મુહૂર્ત તો આપતા, પણ સાથે સાથે સ્પષ્ટ જણાવતાં કે “તમે દરેક સમજે છે કે મુંબઈ જવાના વિચારના અમે નથી. મુંબઈ જવામાં કેઈને પણ અમારી સંમતિ નથી. તેમ મુંબઈ જવામાં અમારી આજ્ઞા કે અનુમતિ છે તેમ કેઈએ પણ સમજવાનું નથી.”
એક વાર મેં પૂછેલું: “આમ કેમ, સાહેબ?” એ વખતે કહેઃ
આપણે મુહૂર્ત મોકલવામાં વાંધો નથી. પણ મુહૂર્ત મોકલીએ એટલે એ અર્થ થાય કે મહારાજે મુંબઈ જવાની રજા આપી, સંમતિ આપી. કેઈ આમ ન માની લે એટલા માટે મુહૂર્તની સાથે આવી ચોખવટ કરવી સારી. પછી જેને જવું હોય એ જાય; આપણો વિરોધ નથી. પણ એનો અર્થ આપણી સંમતિ છે, એ ન થવો જોઈએ.”
(૪) ઉજવણીના વિરોધે જ્યારે માઝા મૂકી ત્યારે એક દહાડો પૂજ્યવરે એક વાત કહીઃ “માકુભાઈ શેઠના સંઘમાં લીંબડીમાં એક-બે મૃત્યુ થયેલાં. એ પછી કઈક ઉતાવળિયે બેલેલો કે શેઠે સંઘ કાઢીને શું પુણ્ય બાંધ્યું? બે જણે તો મરી ગયાં. આ તે ધરમ કરાતું હશે ? એ વખતે મહુવાના એક હાજી ત્યાં હતા, એમણે પેલાને વાર્યો કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org