________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
(૪૧૩] આશીર્વાદનું લખાણ સ્વયંસ્કરણથી, સ્વયંપ્રેરણાથી ને સ્વહસ્તે લખીને એમણે જ્યારે કહ્યું, તે દિવસ અને તે ઘડી-પળ મારા જીવનના અનિવાર્ચનીય આનંદાનુભવના અદ્વિતીય દિવસ અને ઘડો-પળ તરીકે મારા સ્મરણપટમાં અંકાઈ ગયાં છે. મારા જેવી ના ચીજ
વ્યક્તિ માટે આ જેવીતેવી ઘટના ન હતી. આ ઘટનાએ, પૂજ્યવરના આ અંતરના આશીર્વાદે મારા જીવનમાં અને મારા સ્વભાવમાં અસાધારણ પરિવર્તન આણ્યાં છે અને એ વિરલ અને જીવનસ્પશી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે જ આ આખીયે વાત અહીં નેધવા પ્રેરા છું.
એમની પાસે અનેક ક્ષેત્રોના અનેકવિધ માન આવતા. એમની સાથેની એમની વાતેનાં ફલક વિવિધ ભાતના રહેતાં. એ વાતોમાંની કેટલીક મને યાદ રહી છે, તે અહીં નેધું છું –
(૧) સં. ૨૦૧૬માં એક વાર શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી એમને વંદન કરવા આવ્યા. બંને જ્ઞાનચર્ચામાં મગ્ન બની ગયા. એમાં ચાર આશ્રમને વિષય ચર્ચા. એ વખતે પૂજ્યવરે ચાર આશ્રમની વિશદ વ્યાખ્યા કરતાં કહ્યું :
મનુએ ચાર આશ્રમ બતાવ્યા છે. પહેલા બ્રહ્મચર્યાશ્રમ, બીજે ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચે સંન્યાસાશ્રમ. એમાં પહેલો આશ્રમ સરવાળા જેવો છે. એમાં એક
ધ્યાનથી હમેશાં ને નવો વિદ્યાદિનો સંચય થતો જ રહે છે, વધ્યા જ કરે છે. આજે દસ તે કાલે વીસ, પછી પચીસ, ત્રીસ એમ વધ્યા જ કરે છે, માટે એ સરવાળા જે છે. બીજો આશ્રમ બાદબાકી જે છે; કારણ કે, પહેલા આશ્રમમાં જે મેળવ્યું હોય, તેને આમાં ઘટાડો જ થતો જાય છે. વિદ્યા અને સદ્દગુણે, સંસારમાં ઘટતાં જ રહે છે, માટે તે બાદબાકી જેવો છે. ત્રીજે આશ્રમ ગુણાકાર જે છે; કારણ કે એમાં એકલા તત્ત્વજ્ઞાન અને પરમાર્થની જ બુદ્ધિ છે. પહેલા આશ્રમમાં જે ભેગું કરેલું, તેમાં પ૪૫૨૫ એમ ગુણાકારની જેમ તાત્વિક જ્ઞાન ઉમેરાતું જ જાય છે, માટે એ ગુણાકાર સમાન છે. અને ચોથો આશ્રમ ભાગાકાર જેવો છે એમાં મીંડાંમડાં–અજ્ઞાનનાં અને સંસારનાંએક બાજુ કાઢે છે, અને શુદ્ધ તત્ત્વરૂપી “ભાગ” રાખી મૂકીને એમાં જ તત્પર બને છે. માટે તે ભાગાકાર જેવો છે.
પણ, મનુનો આગ્રહ છે કે દરેકે ચારે આશ્રમ કમસર કરવા જ જોઈએ. ત્રણ આશ્રમ કર્યા પછી જ સંન્યાસ લેવાય, તે સિવાય નહિ; જ્યારે મનુનો જ એક શિષ્ય જાબાલિ” નામ છે, તે કહે છે કે, મનુએ કહ્યું તે ઉત્સર્ગ માગે છે. તેને અપવાદ પણ છે. “ વ વિમેત,
તવ પ્રવ્રત, વાયદા–કેઈને ચાર આશ્રમ ર્યા વિના પહેલા કે બીજા આશ્રમમાંથી જ સંન્યાસ લેવો હોય તે પણ લઈ શકાય છે. અન્યથા ચાર પણ કરી શકે છે. પણ ચાર આશ્રમ કરવા જ જોઈએ, એવું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org