________________
[૪૨]
આ. વિનદનસૂરિસ્મરક્યથી છે. હવે વાટ નથી જેવી. આ ઉપરથી પછી જેને સારું લખવું હશે એ લખશે. અત્યાર સુધીમાં આવું કઈ એ તૈયાર નથી કર્યું, માટે મારે તે આ જ છપાવી દેવું છે.”
એ નોટો મારા પૂ. ગુરુજી વાંચવા લાગ્યા. કુતૂહલ અને જિજ્ઞાસાવૃત્તિએ મને પણ એ જોવા-વાંચવા પ્રેર્યો. શાસનસમ્રાટ તરફ સ્વાભાવિક આકર્ષણ થયું. મનમાં થયું ?
આપણે ન લખી શકીએ? શા માટે નહિ? મહેનત કરીએ તે બધું થઈ શકે.” પૂજ્યવરના પેલાં વચનનો ડંખ તાજો જ હતો. મારા આ વિચારને આડકતરી રીતે મેં અન્ય મુનિરાજોને જણાવીને એકાકી કે મિશ્ર સાહસ ખેડવા વિનતિ કરી. પણ એ અમાન્ય ઠરી. છેવટે મેં કોઈનેય કહા સિવાય સ્વયમેવ જીવનચરિત્ર લખવું શરૂ કર્યું. એ શરૂ કરવા માટે શુભ મુહૂર્તની મનમાં ઈરછા છતાં પૂજ્યવરને પૂછયું નહિ, પણ એમણે ઘણા લોકોને વિવિધ શુભ કાર્યો માટે પોષ વદિ બીજી છઠ (સં. ૨૦૨૬)નો દિવસ આપેલે, એ મગજમાં રાખીને તે દિવસે લખવાનું આદર્યું. ત્રણ પ્રકરણ લખ્યાં. ચાર દિવસ પછી એક રાતે પૂજ્યવર પાસે લઈ
. ત્યાં બીજું કોઈ ન હતું, એટલે એ લખાણ પૂજ્યવરને બતાવ્યું, અને વાંચી સંભળાવીને પૂછયું : “આવું લખાણ ન ચાલે સાહેબ?” પૂજ્યવરના મેં પર ખૂબ પ્રસન્નતા છવાઈ ગઈ; પૂછયું: “કેણે લખ્યું છે? તે?”મેં શરમાઈને હા પાડી, તો મને થાબડે. ખૂબ રાજી વ્યક્ત કર્યો. કહેઃ “લખ, પૂરું કર !” મેં નતમસ્તકે એ આદેશ સ્વીકાર્યો ને આગેકદમ બઢાવ્યા. પૂજ્યવરની ખુશીએ મારા ચિત્તમાં ઉત્સાહ વહાવ્યો અને એ પછી અઢી વર્ષ લગભગની મહેનતને અંતે જીવનચરિત્ર સમાપ્ત કર્યું.
ચરિત્રના પ્રત્યેક પ્રકરણને અક્ષરશઃ જાતે જ વાંચી જઈ, તેમાં દરેક પ્રકારના સૂચન સાથે સુધારા-વધારા પૂજ્યવરે પૂરી કાળજીથી કર્યા હતા. મને યાદ છે કે કાપરડા તીર્થનું પ્રકરણ તેઓ તબિયત અને કામકાજને લીધે દિવસે સુધી નહોતા વાંચી શક્યા. એક વાર મેં વિશેષ આગ્રહ કર્યો, તો તે દિવસે સમય ન મળતાં રાત્રે બારથી બેના ગાળામાં સમિયાને પાસે બેસાડીને પ્રકાશના ઉપયોગમાં એ વાંચી ગયા, ને જરૂરી સુધારા કરી આપ્યા.
ચરિત્રલેખન પૂરું થયું, ત્યારે પૂજ્યવર પાલિતાણા હતા. તેમણે છેલ્લાં પ્રકરણે વાંચ્યાં પછી એ વિષે મારા પૂ. ગુરુજી ઉપર લાગણીભર્યા પત્રો લખેલા. એવા એક પત્રમાં એમણે લખ્યું કે “ચરિત્રની શરૂઆતમાં મારે નાના મહારાજને આશીર્વાદ આપવાના છે અને ચરિત્ર નાના મહારાજે પોતાના નામથી શાસનસમ્રાટને ચરણે જ સમર્પણ કરવાનું છે; મને સમર્પણ નથી કરવાનું.”
સમર્પણ માટે એમને આ આગ્રહ એમની સ્વ પ્રત્યેની ઉદાસીનતા અને ગુરુ પ્રત્યેનો અવિહડ રાગ જ દર્શાવે છે. પણ પછી તે, બધા આખ મંડળની સલાહ મળતાં, એ ચરિત્ર એમને જ સમર્પણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org