________________
પ્રશસ્તિ લેખે તથા કા.
[૪૦૧]. હું સાથે રહ્યો. બે-ત્રણ માઈલ પંથ કપાયા પછી રસ્તાની બંને તરફ ખૂબ ઝાડી ને હરિયાળી આવી. એક કેડી પાસે મહારાજ સાહેબે ડોળી નીચે મુકાવી ને મને કહ્યું
સમિયા, તું મારી સાથે ચાલ. ડોળીવાળા અહીં બેસે.” ' હું એમની સાથે પેલી કેડી પર ચાલવા માંડ્યો. રસ્તા પરથી ૨-૩ ફર્લાગ અંદર ગયા, ત્યાં એકાએક મારી નજર, સામેથી આવી રહેલા એક સંત પુરુષ ઉપર પડી. ખૂબ રૂપાળા, સફેદ કપડા પહેરેલ, માથે ને દાઢીએ સફેદ વાળવાળા એ સંતને જોઈને હું ખૂબ આશ્ચર્ય પામ્યા. ત્યાં તે એ સંત પુરુષે આપણા મહારાજ સાહેબને હાથ જોડીને પ્રણામ કર્યા ને “પધારો, પધારે”, કહીને આવકાર આપ્યું. એ પછી હું પણ એ સંતને પગે લાગે.
પછી એ સંત પુરુષ મહારાજ સાહેબને તથા મને બસો-ત્રણસો ડગલાં દૂર આવેલા એમના એક ગુફા જેવા સ્થાનમાં લઈ ગયા, ત્યાં એક ઓટલા જેવા સ્થાન પર બને બિરાજ્યા, ને વાતોએ વળગ્યા. હું આસપાસનું વાતાવરણ જોવામાં મશગૂલ બને.
એકાદ કલાકે વાત પૂરી થઈ એટલે પેલા સંત પુરુષે મને બોલાવીને કહ્યું “ચમનાજી, તમે નંદનસૂરિજી મહારાજની સેવા બરાબર કરજે; તમે ઘણા સુખી થશે.” આ પછી એમણે એક ગ્લાસ ભરીને દૂધ આપ્યું. મેં તે લીધું. એ જ વખતે ક્યાંકથી એક દશેક વર્ષની રૂપાળી કન્યા આવી અને મને પ્રસાદ આપી ગઈ.
એ પછી મહારાજ સાહેબ અને હું પાછા જવા નીકળ્યા, ત્યારે પેલા સંત પુરુષ અમને થોડે સુધી વળાવવા આવ્યા ને અમે ડેક આગળ ગયા પછી મેં પાછળ જોયું તો કોઈ દેખાય નહિ ! મને અચંબે . મેં મહારાજ સાહેબને પૂછ્યું : “સાહેબ! આ કયા મહારાજ હતા ? એ ક્યાં ગયા ? ”
ત્યારે સાહેબે કહ્યું : “હવે તારે ફરી અહીં આવવું નહિ. આવીશ તો કાંઈ જેવા નહિ મળે. આ વાત તારે કોઈને કહેવાની નહિ.”
મેં મૂંગા મોંએ સ્વીકાર કર્યો.
અમે જ્યારે સડક પહોંચ્યા, ત્યારે ખુબ મોડું થયું હતું, એટલે મહારાજ સાહેબને ઝટઝટ ડેળીમાં બેસારીને વિહાર શરૂ કરી દીધો.
- પૂજ્ય મહારાજ સાહેબની સેવા મેં લગભગ ત્રેવીસ વર્ષ કરી. એમના જીવનનાં, એમની તબિયતનાં અને બીજાં કેટલાંયે પ્રસંગો ને ઘટનાઓમાં હું હાજર રહ્યો છું, મેં ભાગ લીધો છે. એમની સેવાનો એ વખતે થોડો ઘણે મેં લાભ લીધે છે. આ બધા પ્રસંગે હું એમની પાસે રહ્યો તેના પ્રારંભનાં વર્ષોના છે. આ લખવા પાછળ મહારાજ
૬ ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org