________________
[૪૦]
આવિનદનસૂરિ-સ્મારકગ્રંથ વળી, ઘણી વાર મહારાજ સાહેબ રાતના વખતે ગુરુમહારાજ પાસે બેસતા ને મહત્ત્વની વાતો કરતા. ઘણી વાર એમને ગેસને ઉપદ્રવ થઈ આવે ત્યારે તેઓશ્રીને આસને ગુરુમહારાજ પધારે, બેસે, ખબર પૂછે, હીંગ, નીલગીરી તેલ વગેરે લગાડવાનું સૂચન કરે, ને મિડી રાતે પાછા આસને પધારે.
(૭) સાદડીનું માસું પૂરું થયા બાદ અમદાવાદ તરફ વિહાર કરવાનો હતો, એટલે તે પહેલાં એક વાર રાણકપુરજીનાં દર્શન કરવાની ભાવના મહારાજ સાહેબને થતાં તેઓશ્રી મને લઈને ત્યાં જવા નીકળ્યા. એમનું આસન વગેરે મેં લીધું ને એમણે દાંડે હાથમાં લીધો. ગુરુમહારાજને કહીને નીકળી ગયા. સાંજે જ પાછું આવવું'તું એટલે બીજું કશું ન લીધું.
સવારનો સમય હતો. ચારેક માઈલ ચાલ્યા ત્યારે માર્ગમાં એક ધર્મશાળા અને વાવ આવી. ત્યાં દશેક મિનિટ વિસામો લઈ થોડા આગળ વધ્યા, ત્યાં જ સામેથી પાંચેક ભીલ જાતિના માણસો આવતા જણાયા. એમના હાથમાં તીર-કામઠાં હતાં. શિકાર કરવા જતાં હોય એવું લાગ્યું. મહારાજ સાહેબને દૂરથી જોઈને એ લેકે ઊભા રહ્યા. અમે નજીક ગયા તો એ લોકો પાંચે જણ પ્રણામ કરવા લાગ્યા. અને એમની ભાષામાં બોલ્યા કે “ હે બાવજી, અમારું ભલું કરજે.”
હતા તે એ શિકારી. પણ એમનું ભોળું ને ભલું વર્તન જોઈને મહારાજ સાહેબે પણ એમને ધર્મલાભ આપ્યા ને ગામઠી ભાષામાં કઈ જીવની હિંસા ન કરવાનો, દારુ નહિ પીવાનો ને બીજાં કઈ ખરાબ કામ ન કરવાનો બોધ આપ્યો. એ લોકોને આ વાત જચી ગઈ હોય કે ગમે તેમ, એમણેએ પાંચે ભલેએ-મહારાજ સાહેબને વચન આપ્યું કે “આજથી જ અમે શિકાર-દારુ બંધ કરીએ છીએ. તમે અમારું ભલુ કર.”
મહારાજ સાહેબે કહ્યું “ભગવાન તમારું ભલું કરશે. પછી અમે આગળ ચાલ્યા, ત્યારે એ લેકો ઘણે દૂર સુધી અમને મૂકી ગયા.
(૮) આ પછી સાદડીથી અમદાવાદ તરફ વિહાર થયો. બંને આચાર્ય મહારાજે તથા મુનિમંડળ વિહાર કરતાં કરતાં આબુરોડ થઈ દેલવાડા પધાર્યા. આબુરોડથી દેલવાડા જતાં વચમાં બે મુકામ કરેલા. પહેલે મુકામ ડુંગરની તલાટી ઉપર ધર્મશાળામાં ને બીજે મુકામ ડુંગરની અધવચ્ચે સરકારી ગેટમાં કર્યો. ત્યાં હિંસક જનાવરનો ભય હતો, તેથી શિરોહીના શેઠ અચલમલજી મોદીએ રાજ્ય તરફથી પાંચ પોલીસમેનોને બંદેબસ્ત કરાવ્યો હતો. દેલવાડાની જાત્રા કરીને બીજે દિવસે સવારે અચળગઢ જવાને વિહાર કર્યો. મહારાજ સાહેબ ડેળીમાં વિહાર કરતા હતા. આજે સવારે નીકળતી વખતે મને કહ્યું કે, “સમિયા આજે તું મારી સાથે ચાલજે. થાકે ત્યારે વાહન મળે તેમાં જતા રહેજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org