________________
[૪૬]
આ. વિ. નંદનસૂરિ સ્મારકગ્રંથ દોલતનગરના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રી ઉપર પાલીતાણા લખેલ એક શ્લેકબદ્ધ પત્ર પ્રસ્તુત કર્યો છે તે વાચકોને વાંચ અવશ્ય આનંદદાયક નીવડશે.
ते हि नो दिवसा गताः લેખક–પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ
ગમે તેમ, પણ એમનાં દર્શન મને થયાં, ત્યાર પહેલાં જ મને એમના સંબંધી વાત સાંભળવી ગમતી. એમના સ્વભાવની, એમની બુદ્ધિપ્રતિભાની વાતો સાંભળવી હું કદી ચૂકતો નહીં. જેમ જેમ એ વાત સાંભળવા મળી, તેમ તેમ એમનાં દર્શનની ઝંખના વધતી ગઈ.
એ ઝંખના સં. ૨૦૨૦માં ફળી. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની અને દીક્ષા લીધે બે વર્ષ થયેલાં. મારા પૂજ્ય ગુરુમહારાજ સાથે અમે સાત સાધુઓ મુંબઈથી વિહાર કરીને પાલીતાણા આવ્યા, ત્યારે એમનાં પ્રથમ દર્શન પામે. વૈશાખ શુદિ બીજને એ ધન્ય દિવસ આજેય મને બરાબર યાદ છે.
અમે ત્યાં પહોંરયા, ને તરત જ એમના વાત્સલ્યનો રોમાંચક અનુભવ મને થયો. વિહારમાં મારા ડાબા પગે કાંટો વાગે હોઈ, ચાલવામાં તકલીફ પડતી હતી. એ વાતની ખબર એ પૂજ્યવરને મળી ગયેલી, એટલે અમે બધા એમને વંદન કરતા હતા, એમાંથી મારું નામ લઈને મને આગળ બોલાવ્યો, પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવીને ખબર પૂછયા. મારું હૈયું એ વખતે હર્ષથી ભરાઈ ગયેલું.
પછી તે, અમે એક મહિનો પાલિતાણ રહ્યા તે દરમિયાન, ગોચરી વખતે, મને પિતાની પડખે જ બેસાડે ને પ્રેમથી વપરાવે. રાત્રે કાયમ બેલાવે, અભ્યાસ અને આવડત વિષે પૂછે, ભણેલાં સૂત્ર, અમરકોષ, વ્યાકરણ, પ્રકરણાદિ બોલાવે. સાથે આનંદ-ગમ્મતની વાતો કરતા જાય.
એક વાર મેં એમની પાસે માગણી કરીઃ “મારે આપના નાના નાના ફેટાઓ જોઈએ છે.” મને એમ કે, તેઓ ભૂલી જશે. મોટા પુરુષને આવી વાત ક્યાંથી યાદ રહે? પણ મારી ધારણું જુડી ઠરી. ત્રણ-ચાર દિવસ પછી મને બોલાવીને કવર આપ્યું. કહેઃ “આમાંથી જોઈ એ એટલા ફેટા લઈ લે.” હું રાજીના રેડ થઈ ગયેલું.
એક સાધ્વીજી મહારાજને વર્ષીતપનું પારણું હતું. એ વૃદ્ધ હતાં, એટલે એમની વિનતિથી ત્યાં વાસક્ષેપ કરવા પધારેલા. એ સાધ્વીજીએ એક વાટે એમને આપે. * સંસ્કૃત ભાષામાં લખાયેલ આ પત્ર પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે.
– સંપાદક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org