________________
[૩૬૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારક્યથ અમારા જેવા અનેક જીવોના તેઓશ્રી મહાન ઉપકારી હતા. અમને સંસારમાંથી ઉગારીને, અમારા ભાવપ્રાણને ઉદ્ધાર કર્યો, અમને સ્વહસ્તે ભદધિ તારિણી દીક્ષા અર્પણ કરી, અને અમારા પર અખંડ કૃપાની વૃષ્ટિ કરી. એ પૂજ્ય ગુરુદેવના આ અલૌકિક ઉપકારનું વર્ણન શબ્દોમાં કઈ રીતે હું કરું ?
એમના અંતરમાં માતા સમે વાત્સલ્યભાવ હતો, ગુલાબના પુષ્પ જેવી એમના ચારિત્રની સુવાસ હતી.
જિનશાસનની આરાધના અને પ્રભાવના માટે એ ગુરુદેવે એમનું જીવન સમર્પિત કરી દીધું હતું.
આવા એ ગુરુદેવની અંતરતમની વાણી જેણે સાંભળી છે, તેવા છે એમના પરમ પવિત્ર જીવનના પ્રબળ પુરુષાર્થને કદાપિ નહિ ભૂલી શકે.
વધુ લખતાં આવડતું નથી. શબ્દો ખૂટી જાય છે. આવા મહાન આત્મા માટે શું લખવું એની મૂંઝવણ થાય છે, એટલે છેલ્લે અંતરની પ્રાર્થના કરું છું કે, હે ગુણનિધિ સૂરિદેવ! આપ જ્યાં છે ત્યાંથી અમારા પર અમદષ્ટિ વર્ષાવતાં રહેજે અને અમારાં જીવન ઉજમાળ બને તેવા આશીર્વાદ પાઠવ.
આપના ચરણે કોટિ કોટિ વંદન!
એક પવિત્ર સંસ્મરણ લેખિકા- પ. પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ
પૂજ્ય આચાર્ય મહારાજનાં દર્શન એક વાર પાલીતાણામાં કર્યા હતાં. ખાસ કંઈ વાતચીત થઈ નથી. વિશેષ પરિચય નથી. શું લખું? વળી લખતાં આવડે નહીં, મોટી વાત આ છે. સ્મારકગ્રંથમાં વંદનારૂપે નીચેની થોડીક લાઈનો લખવી યોગ્ય લાગે તો આપશો. આ વાત એક પવિત્ર સંસમરણરૂપ મનમાં સંગ્રહાઈ ગઈ છે અને તે સ્વ. પૂજ્ય આચાર્ય મહારાજના મનની વિશાળતાની સાક્ષી પૂરે છે.
પાલીતાણામાં જાહેર વ્યાખ્યાનને એક પ્રસંગ આવ્યું. નગરશેઠ શ્રી ચુનીભાઈ વગેરેને મેં કહ્યું કે, “અહીં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નંદનસૂરિજી મહારાજ આદિ અનેક મહાન આચાર્ય મહારાજે, મુનિભગવંતે તથા સાધ્વીજી મહારાજે બિરાજે છે, તે હું વ્યાખ્યાન આપું તે બરાબર નથી.” આ ઉપરથી શ્રી ચુનીભાઈએ પૂ. આચાર્ય મહારાજને કહ્યું કે, “સાધ્વીજી આમ કહે છે.” આમ કહીને નગરશેઠે આજ્ઞા પણ માગી; તો. પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબે કહ્યું કે, “સાધ્વીજી સુખેથી વ્યાખ્યાન આપે અમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org