________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્યો
[૩૭૫] મારા જીવનને હજુ ઉષાકાળ છે, મધ્યકાળ અને સધ્યાકાળ હજુ બાકી છે. હું જ્યારે સ્મરણ કરું છું ત્યારે મારા માનસપટ પર અનેક સ્મૃતિઓની હારમાળા ઊપસી આવે છે અને વિલીન થઈ જાય છે, પણ પરોપકારી સૂરીશ્વરની સ્મૃતિ તો ચિરસ્થાયી જ બની રહેવાની છે.
વિ. સં. ૨૦૦૪ના એ પુણ્ય દિવસે! શાસનસમ્રાટ અંતિમ ચાતુર્માસ કરવા મહુવા પધાર્યા. પૂ. આચાર્ય વિજયસૂરીશ્વરજી મ., પૂ. આચાર્ય વિજયનંદનસૂરીશ્વરજી મ, પૂ. આચાર્ય અમૃતસૂરીશ્વરજી મ. આદિ સુવિશાળ મુનિમંડલ સાથે તેઓ પધારેલા. દરમ્યાન પાકિસ્તાનના ભાગલા પડતાં, અમારું કરાંચીથી મહુવા આવવું થયું. મુનિભગવંતનાં એ પ્રથમ દર્શન હતાં એમ કહું તે ખોટું ન કહેવાય. ત્યારે જ સ્વ. પૂ. પા. આચાર્યશ્રી નંદનસૂરીશ્વરજી મ. સા.નાં પુનિત દર્શનને પ્રથમ લાભ મળ્યો હતો.
તેજસ્વી નાજુક દેહ, પ્રસન્ન મુખમુદ્રા, કુશળ બુદ્ધિ અને એવી જ વાણીની વિચક્ષણતા. શાસનસેવાનાં કાર્યો કરતા જાય અને શાસનસમ્રાટની એવી જ અદ્વિતીય વૈયાવચ્ચ પણ કરતા રહે. જ્યારે જ્યારે સૂરિસમ્રાટશ્રી અસ્વસ્થ થતા ત્યારે ત્યારે “ઉદય-નંદન’ના સૂર એમના મુખમાંથી સરતા અને જોતજોતામાં ગુરુ-શિષ્યની બેલડી આચાર્યશ્રી પાસે આવી પહોંચતી, અને વૈયાવચ્ચમાં લાગી જતી. એ ધન્ય દિવસો સ્મૃતિપટ પર ચલચિત્ર બનીને આજે પણ હૈયાને હરિયાળું બનાવી જાય છે. તેઓ નાની સરખી ઓરડીમાં પાટ પર બેસતા, પણ આખાયે દિવસ શાસનસમ્રાટની છાયામાં જ. જોતાં હૈિયાં ઝુકી જાય એવી કેવી નમ્રતા ! ગુરુજન પ્રતિ કેવાં આદર અને બહુમાન!
વિ. સં. ૨૦૧૪માં સ્વ. પૂ. આચાર્ય દેવેશનું મઠ્ઠામાં ચાતુર્માસ હતું. જ્ઞાનાભ્યાસની અવારનવાર પૃચ્છા કરતાં એક દિવસ “વૈરાગ્ય શતક” અને “દેવ-સૌભાગ્ય’ એમ બે પુસ્તક અભ્યાસ અર્થે આપ્યાં. “મારા તારાદાર મિ” એ ન્યાયે તે પુસ્તકો જ મારા માટે આશીર્વાદરૂપ બની રહ્યાં, અને જીવનમાં ત્યાગ-વૈરાગ્યનું ઝરણું વહાવવાનું નિમિત્ત બન્યાં.
વિ. સં. ૨૦૧૬માં સંયમ ગ્રહણ કરવાની પૂર્વતૈયારી ચાલતી હતી. દરમ્યાનમાં પાલીતાણા યાત્રા કરવા ગયેલ, ત્યારે પૂજ્યશ્રી સાહિત્યમદિરમાં બિરાજમાન હતા. મુમુક્ષુ એવા અમને (બંને બહેનને) શુભાશિષ વર્ષાવતા મંગલમય વાસક્ષેપથી પુલકિત કર્યા હતા. સાહિત્યમંદિર જોતાં એ સ્મૃતિ આજે પણ મનને પ્રસન્નતાથી ભરી દે છે. વડીદીક્ષા પણ પૂજયશ્રીની નિશ્રામાં જ થયેલ.
વિ. સ. ૨૦૧લ્માં અમારે પાંચને વષીતપનાં પારણાં હતાં. પૂજ્યશ્રી સ્વ. પૂ. પા. વિજયેાદયસૂરિ મ. સા. સાથે ચતુર્વિધ સંઘ સહિત પંજાબી ધર્મશાળામાં પધારેલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org