________________
[૩૨]
આ. વિનદનસૂરિ-સ્મારકગ્રંથ - જ્યાં સુધી સૂર્યની ઓળખાણ ન થાય ત્યાં સુધી એને મહિમા ન સમજાય અને જ્યારે ઓળખાણ થાય ત્યાં અચાનક અસ્તાચળે પહોંચી જાય, ત્યારે મનની કેવી સ્થિતિ થાય? ખરેખર, એવી અમારા મનની પરિસ્થિતિ છે. અમારી જન્મભૂમિની ધર્મયાત્રાની વિનંતીના સમયે તેઓએ આપેલ મુહૂર્ત અને સહગ–એ ઉપકાર કદાપિ ન વિસરાય તેવો છે.
આજે એમના અગણિત ગુણની યાદ અને એમની રચેલી દીવાદાંડીઓ આપણને માર્ગદર્શક બની રહી છે. એ પૂજ્ય મહર્ષિનાં કાર્યોને આગળ વધારી આપણે પણ એ અદભુત વ્યક્તિત્વના સ્વામીને અંજલિ આપી શાસનના રથને આગળ વધારીએ તે જ એ મહારથીનું સાચું સ્મરણ કર્યું ગણાશે.
મારાં સંસ્મરણો લેખક–પ્રજાપતિ ચમનાજી દેવાજી (સમિયાજી) વિ. સં. ૨૦૦૯ની સાલમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાદડી (રાજસ્થાન) મુકામે પધાર્યા હતા. સાદડીના શ્રી જૈન સંઘના આગેવાનોની—શેઠ ચંદનમલજી ભંડારી, શેઠ મીઠાલાલજી પૃથ્વીરાજ નવલાજી, શેઠ દીપચંદજી સજમલજી, શેઠ ચંદનમલજી, શેઠ સૌભાગ્યચંદજી પંડ્યા, શેઠ ગુલાબચંદ કાપડીયા, શેઠ ચંદનમલજી સેનાની ઈટવાળા, એ બધાની–આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને શ્રી રાણકપુરજી મહાતીર્થની પ્રતિષ્ઠા કરાવવા તથા તે પછી શ્રી સાદડી ગામમાં ચોમાસું કરવા માટે પિતાને પૂજ્ય ગુરુદેવ શ્રી વિજ્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે તેઓશ્રી પધાર્યા હતા,
સાદડી પધાર્યા પછી પૂજ્ય મહારાજ સાહેબને લાગ્યું કે, આપણી પાસે એક વિશ્રાસપાત્ર સારા માણસ હોય તે સારું. એમણે આગેવાન શ્રાવકોને આ વાત કરી. આગેવાનેએ સારા માણસની તપાસ આદરી. એ વખતે હું સાદડીના જેન શેઠ મીઠાલાલજી પૃથ્વીરાજને ત્યાં નોકરી કરતે હતો. એ શેઠનો અને તેમના કુટુંબને મારા પર ઘણો વિશ્વાસ અને ભાવ હતે. એ કારણે ગામના બીજા શેઠિયાઓ પણ મને ઓળખતા હતા. મારી ઉંમર તે વખતે તેર વર્ષની હતી.
સાદડીના આગેવાનોને લાગ્યું કે, આ ચમનજીને (મને) મહારાજ સાહેબની સેવામાં રાખીએ તો ઠીક પડશે. છોકરો હુંશિયાર છે. સાહેબની સેવા સારી કરશે–આ. વિચાર કરીને એમણે શેઠ મીઠાલાલજીની રજા લીધી. પછી મને પૂછયું કે, “છોકરા ! તું અમારા મહારાજ સાહેબ પાસે રહીશ? એમની સેવાભક્તિ કરીશ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org