________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧] થઈ જાઓ. તમને એ સમયે એમ જ લાગે કે મનુષ્ય પોતાની દષ્ટિ છોડીને આવા મહાપુરુષની દષ્ટિથી જુએ તે સર્વ કોયડા ક્ષણવારમાં ઉકેલાઈ જાય. કઈ પણ જાતના કેયડાને– દેશના, શાસનના, સમાજના કે વ્યક્તિના કેયડાને–જરાય ગૂંચાયા વિના, ધીરજ, ખંત, સ્વસ્થતા અને સચોટ સમજણપૂર્વકની પ્રજ્ઞાથી ઉકેલ અને શુદ્ધ માર્ગદર્શન આપવું, એમાં જ્ઞાનની પીઢતા અને વર્ષોના અનુભવની મૂડીની જરૂર પડે છે. એવી અદ્દભુત પ્રજ્ઞાના સ્વામી હતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ. એમની પાસે તમે જાઓ એટલે તમારા હૃદયનો ભાર હળવે થઈ જાય અને એક સચોટ ઉકેલ લઈને તમે, પ્રસન મને, તેમને આભાર માનતા, પાછા ફરે.
સમાજના અનેક પ્રશ્નો હોય કે જ્યોતિષના મુહૂર્તના વિવાદ હોય, સૌ એ જ પ્રશ્ન પૂછે કે આમાં પૂજ્યપાદશ્રીનું શું મંતવ્ય છે? પૂજ્યશ્રીને તમે જોયા છે? મુનિમંડલની મધ્યમાં. નાની પાટ પર બિરાજમાન! નાની વૃદ્ધ કાયા છતાં પૂર્વના મહર્ષિઓના ગૌરવથી ઓપતા બેઠેલા પૂજ્યશ્રી સમાજના અનેકવિધ પ્રશ્નોને ઉકેલ લાવવા માટે હિમાલય શા ઉલ્લંગ છતાં સરિતા જેવા નિર્મળ અને સૂર્ય જેવા તેજસ્વી છતાં ચંદ્ર જેવા શીતલ હતા. ખરેખર, પૂજ્યશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન જેણે કર્યા હોય તે એનું થોડાંક વાક્યોમાં કેવી રીતે વર્ણન કરી શકે? ગાઢ તિમિરને ભેદતી ચમકતી વીજળીની જેમ ઘણી વાર તેઓ ગાઢ અંધકારમાં તેજરેખા દોરતા હોય, તે કઈ વાર સ્થિર, શાંત અને સ્વસ્થ જ્ઞાનને દીપ બની મધુર મધુર પ્રકાશ રેલાવતા હેય; તે કઈ વાર ખડખડાટ મુક્ત હાસ્યથી સારોય ઉપાશ્રય ગજાવતા હોય ! વિશાલ વડલાની છાયા જેવા વાત્સલ્યમૂર્તિ, તે કઈ વાર દોષને દૂર કરવા તીર્ણ કઠોર મૂર્તિ! ખરેખર, એમના અવનવા રૂપની તિ અને આત્માના તેજનાં મોતીની જેને જેને પ્રસાદી મલી છે, તે તો એક જ વચનમાં કહેશે કે એ તો સિદ્ધ પુરુષ હતા, આપણા આત્મીય હતા, આપણા ગુરુ દેવ હતા, આપણા વિશાલ પરિવારના છત્ર હતા.
તેઓ ન હતા? એમની કૃપાદૃષ્ટિ જેણે પ્રાપ્ત કરી છે, તેને પૂછશે તે કહેશે કે એ તો અમારા સ્વજન, માતા-પિતા અને સર્વસ્વ હતા. અને કઈ વિદ્વાનને પૂછશે તો એ કહેશે કે તેઓ બહુમુખી પ્રતિભાના ધામ હતા.
પૂજ્યશ્રીની આ સર્વ માન્યતાનું અસાધારણ કારણ શું ? એક જ કે, તેઓશ્રીનું જીવન ઉદાર અને વિશિષ્ટ હતું. હિતચિંતા અને પરોપકાર તે એમના જીવનના તાણુંવાણુ હતા.
આજે તેઓશ્રી નથી. શાસનને આજે મહાન બેટ પડી છે, પણ અમારા જેવા નાના મુનિઓને તે ન પુરાય એવી મોટી ખોટ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org