Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 458
________________ પ્રશસ્તિ લેખે તથા કાવ્ય [૩૮૭] દર્દોય ના પિછાન્યાં, અરે ! નેહનીતરતાં નયનો નીરનીતરતાં બન્યાં એ પણ ન જોયું અને અણધાર્યા, એ ચીંતા, એકાકી ચાલી નીકળ્યા ! પુષ્પ શી પુનિત પરિમલ પ્યારા પરિવાર પર પ્રસરાવનાર એ પ્યારા નંદન! સૌરાષ્ટ્રની બાળશિશુ જેવા બોટાદનું બહુમૂલું રન બનીને એને બધે ખ્યાત બનાવનાર ઓ જૈન ધર્મના જવલંત દીપકની ઝળહળતી જ્યોત બનનાર એ જગતનન્દન! સુરિસમ્રાટશ્રીને સર્વસ્વ સ્વાર્પણ કરી, શાસનની શાન બનનાર, એ શાસનનન્દન ! વિરાટ વિશ્વના, અખિલ ભારતના, સારાયે ધર્મો પર સ્યાદ્વાદ દષ્ટિથી સમભાવ રાખનાર ઓ સૂરીશ્વર શ્રી નન્દન ! આપ તે અમને નિરાધાર મૂકીને ચાલી નીકળ્યા, માયા-મોહમમત્વ વિસારી વિદાય થયા, પરંતુ આપની ચંદન શી શીળી છાયા, વાત્સલ્યભરી મનડાની માયા, અને ગુણ-ગૌરવ ભરેલી, આતમના રંગે રંગાયેલી એ પરમપાવની કાયા અમારાથી શું વીસરાય? ના-ના-ના, કદાપિ નહિ વીસરાય ! મહેક મહેક થતી એ ગુણપુની પરિમલ, સૌમ્ય ને શાંત મુખમુદ્રા, અપૂર્વ વત્સલતા, સ્વમાં સૌને સમાવવાની અચિંત્ય શક્તિ, એ બધાંનું માપ કાઢવાનું અમારા જેવા અલ્પજ્ઞનું શું ગજું? છતાં એ વિપુલ વત્સલતાન વિરાટ ગુણ અહર્નિશ અંતરપટ પર અંકિત થાય છે, અને આ નાનકડી જીભ ગુરુગુણસ્તુતિ કરવા તૈયાર થાય છે. નન્દન ! જેવું તારું રળિયામણું નામ એવું જ તારું રળિયામણું કામ અને એવું જ તારું હરિયાળું સ્થાન ! જે કઈ તારી પાસે આવીને બેસે તેને શીળી છાયા મળે—જાણે છાયાનું નન્દનવન. જે કઈ તારી વત્સલવાણી સાંભળે તેને શીતલતા મળે—જાણે ચંદનનું નન્દનવન, જે કઈ પર તારી દષ્ટિ પડે, તેને મીઠું અમૃત મળે—જાણે અમૃતનું ન દનવન. જે કઈ તારા હૈયાની હરિયાળી ભૂમિને નિહાળે, તેને અપૂર્વ શાંતિ મળે—જાણે શાંતિનું નન્દનવન. અને જે કઈ તારા આત્માની અચિંત્ય શક્તિ નિહાળે, તેને તે આત્મકલ્યાણની કેડી મળી જાય–જાણે કલ્યાણનું નન્દનવન ! શાસનને ઝળહળતા રત્ન સમાન ગુરુવર ! સ્વ-જન્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અમારા જેવા બાળકો ઉપર અત્યંત આત્મીયતા રાખી, પિતૃવાત્સલ્ય દર્શાવી, મીઠો ઠપકો આપી, પ્રેરણાપીયૂષનાં પાન પાઈ, સુહિત શિક્ષાનાં દાન દઈ અને મુક્તિ-મંજિલનાં સોપાન બતાવી, અમારા સંયમજીવનના આપ રખવાળ બન્યા, અમારા શિરછત્ર બન્યા, અમારા પરમ આધાર બન્યા. આજે આપ અમને નિરાધાર મૂકી ચાલી નીકળ્યા, પરંતુ આપના અમૂલ્ય ગુણોને વારસો અમને આપતા ગયા છો, એનું સતત સ્મરણ-ચિંતન-મનન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536