________________
પ્રશસ્તિ :લેખા તથા ફાવ્યે
[ ૩૮૫ ]
માટેનુ સ્થાન પાંચમુ' અને વિદ્યાના કારકગ્રહ બુધ અહીં પ'ચમ સ્થાનમાં આવતા હોઈ, તેમ જ પચમ સ્થાનમાં ધનુ રાશિ, જે ગુરુના આધિપત્યની રાશિ છે તે, ગૂઢ શાસ્ત્ર, જયતિષ, મુહૂત વગેરે વણખેડાયેલાં શાસ્ત્રમાં ઊંડા ઊતરી સંÀધનકાર્યમાં સફળતા અપાવનાર અનતે હાઈ, મુહૂર્ત શાસ્ત્રમાં આચાર્યશ્રી સમસ્ત જૈન સમજમાં અજોડ રહ્યા. લેખકને મુહૂત વિષયનુ માર્ગદર્શન તેમના તરફથી કાચમ મળતું રહેતું, એટલે એ વિષયને તેમને ઊંડા અભ્યાસ તેમ જ ઉત્તમ પ્રકારની યાદદાસ્ત-એ ખરેખર અજમ જેવાં હતાં, પ્રતિષ્ઠા તેમ જ દેશસના નિર્માણ માટેનાં દરેક મુહૂર્તો સપૂર્ણ પણે દોષરહિત હાવાં જ જોઈએ એવા તેમના કડક આગ્રહ રહેતા હતા. મંદિરાનાં ખાતમુહૂર્તમાં તથા પ્રતિષ્ઠા મુહૂર્તમાં જે એકવીસ મહાદોષો ત્યાગવાના હોય છે, તેમાં એક પણ મહાદોષ રહેતા હોય તે તેવું મુહૂત કદાપિ ચલાવી લેતા નહિ. તેએનુ એ સ્પષ્ટ મતવ્ય હતુ કે, દેવદેિશ એ શકવતી દિશ છે, એટલે સકાઓ સુધી પણ તે ટકી રહે તેવાં શુદ્ધ અને શુભ મુહૂર્તો જ તેના આરંભ માટે આવશ્યક અને. સમસ્ત જૈન સમાજનાં આગેવાનો પ્રતિષ્ઠા આદિ મુહૂર્તો તેમની પાસેથી જ મેળવી તે મુજબ અમલ કરતાં હતા. તેઓના જવાથી જૈન સમાજને આ બાબતમાં તેમની મેાટી ખેાટ જણાય છે.
લેખકે તાજેતરમાં એવુ· અનુભવ્યુ છે કે, દીક્ષા, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ મુહૂર્તોમાં સઘ અને સમાજની સગવડ મુજબનાં દોષયુક્ત મુહૂર્તો પણ આજે લેવાઈ રહ્યાં છે અને ધીમે ધીમે સપૂર્ણ શુદ્ધ, એકવીસ દાષા ટાળીને મેળવેલા મુહૂત સ’બધી આગ્રહ હવે ગૌણ ખનતા જાય છે, કારણ કે નગ્ન સત્ય કે શાસ્ત્રના આધારે કડવું સત્ય કહેનાર, નીડર અને નિ:સ્વાથી વ્યક્તિઓ આ ક્ષેત્રની અને ખાસ કરીને મુહૂર્ત વિષયની બહુ ઓછી સખ્યામાં જોવા મળે છે,
6
તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી એટલે કે હાર્ટફેઈલથી થયું. આ લેખકે સં. ૨૦૨૫ના જન્મભૂમિ પંચાંગ ' માં સંશાધન-વિભાગમાં હૃદયરોગ પર જે લેખ આપેલ છે, તેમાં દર્શાવેલ છે કે મુખ્યત્વે હૃદયરાગના વિચાર બીજા દ્રેષ્કા વિભાગથી વિચારી શકાય. અહીં લગ્નમાં ખીજુ` દ્રેષ્ઠાણુ ઉય પામે છે. વધારામાં સિહ રાશિ લગ્ન અને પંચમ સ્થાનમાં ધનુ રાશિ છે. અહી સિંહ રાશિ લગ્નમાં છે. તેમાં પાપગ્રહ શનિની દૃષ્ટિ છે. પચમ સ્થાનમાં ધનુ રાશિ છે. અને તેમાં પાપગ્રહ રાહુ રહેલા હોઈ હૃદયરોગના સ ́ભવ દર્શાવે છે. પર`તુ હૃદય અંધ પડવાથી મૃત્યુ થવાના યાગેામાં મુખ્યત્વે સ્થિર રાશિ સિ`હ તથા કુભ પાપગ્રહોની યુતિ કે ષ્ટિથી દૂષિત બનતી હોય તે તે હાર્ટ ફેઈલ થવાથી જીવનના અંત થવાનુ સૂચન કરે છે. અહીં લગ્નમાં સ્થિર રાશિ સિંહ પાપગ્રહ શનિથી દૃષ્ટ છે. તેમ જ કુંભ રાશિ પાપગ્રહ મગળથી દૃષ્ટ હાઈ દેહત્યાગનું કારણ હાર્ટફેઈલ અને છે.
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org