________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૭] પ્રાપ્ત થતાં આચાર્ય શ્રીમાનને હૈયે પણ અનાખી હોંશ હતી. રોજ રોજ સંદેશા આવતા કે, “આજે આ મુકામે આચાર્યશ્રી છે, કાલે અમુક ગામ પધારશે.” આથી ચોમેર હર્ષનું વાતાવરણ પ્રસરી રહેતું હતું અને આચાર્યદેવની પાલીતાણામાં પધરામણી થાય એની સૌ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં.
એવામાં આ વિહાર દરમ્યાન ધંધુકાથી તગડી મુકામે આવતા પૂજ્યશ્રીને હાટને હુમલો થયો અને તેઓએ પાર્થિવ દેહને સમાધિપૂર્વક ત્યાગ કરી સ્વર્ગમાં પ્રયાણ કર્યું. બધા જેવા અવર્ણનીય હર્ષોલ્લાસમાં હતા એવા જ ગહન શોકમાં કાળરાજાએ સૌને મૂકી દીધા ! સૌને થયું, શાસનનાં સિદાતાં કાર્યો હવે કોણ પાર પાડશે? ગૂંચવાતા પ્રશ્નો અને અણ ઉકેલ્યા કોયડામાં મૂંઝાયેલ, શ્રીસંઘને હવે કોણ મુક્ત કરશે ? વાત્સલ્યભર્યા હૈયાથી એને કોણ ટેકે કરશે ? કોણ આવકાર આપશે? સંઘ સૂનો બની ગયે, પણ સૂરિરાજ અમર થઈ ગયા.
खो जानेवाली आत्मा स्वय' की अनुभूतियों की खोज में खो जाने वाली आत्माओं में आचार्य श्रीमद विजयनन्दनसूरीश्वरजी महाराज की भी गणना होती है । मुझे कई बार इन के दर्शन करने का सौभाग्य प्राप्त हुआ था। जब भी मैंने देखा, इन्हों के मिलने में सौजन्यता एवं सरलता अपनी कलाओं की वृद्धि पर थी। ऐसी सौजन्यमयी सरल आत्मा के प्रति शुभ कामनाएं है और उनके पार्थिव देह के प्रति भावभीनी श्रद्धाञ्जलि है। -जिनशासनरत्न प. पू. आचार्य श्रीमद् विजयसमुद्रसूरीश्वरजी महाराज के
प्रशिष्य प. पू. मु. श्री जयानंदविजयजी महाराज
વિસર્યા ન વિસરાય
લેખિકા-શ્રી “ ચારિત્રશિm જગતના ચેકમાં છ ઉદય પામે છે અને અસ્ત પામે છે. પણ જન્મ અને મરણ તેનાં જ સફળ થાય છે કે જેને જીવન જીવતાં આવડવું હોય! ધૂપસળી જાતે બળીને બીજાના જીવનમાં સુગંધ પ્રસરાવે છે. પુષ્પકળી ચીમળાઈ જતાં પહેલાં પમરાટને મૂકી પિતાના નાનકડા જીવનની સાર્થક્તા મેળવીને જ વિદાય લે છે. એવી જ રીતે ગચ્છાધિપતિ સ્વર્ગસ્થ સૂરિદેવને સ્થૂલ દેહ ભલે આપણી વચ્ચેથી વિદાય થયે, પણ તેમના પુનિત દીર્ઘ સંયમી જીવનની સુવાસ તો જૈન તેમ જ જૈનેતર સમાજમાં ચિરકાળ સુધી પ્રસરેલી રહેશે. ખરેખર, એ પુણ્ય પુરુષના જીવનના એકેક પ્રસંગ ભવસાગરમાં ઝોલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org