________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[૩૫]
પામ્યા, તેમ તપાગચ્છાધિપતિ, સ`ઘકૌશલ્યાધાર, પરમપૂજ્ય, આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, સંઘના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ આદિ જૈન સંઘના આગ્રહથી શત્રુંજય મહાતીર્થ ઉપરના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા માટે નીકળેલા અને નેમિસવત ૨૭ અને વિક્રમ સવત ૨૦૩રના માગશર વદ ચતુર્દશીની સાંજે, તગડી મુકામે, એકાએક હૃદયરોગના હુમલા થવાથી નવકારમંત્રની ધૂનમાં કાળધર્મ પામ્યા ! સાંભળનાર દરેકના દિલમાં કારમા ઘા લાગે તેવી અધિત ઘટના બની ગઈ!
હે જ્ઞાનસાગર ગુરુદેવ ! આપની સાધના અજબ કેટિની હતી. આપનુ. ચારિત્ર હણીય હતું. આપ પરમ વંદનીય વિભૂ તિ હતા. પરમાત્માના શાસન માટેની આપની ધગશ અને લાગણી અપૂર્વ હતી. આપ અનેક ભવ્યાત્માઓના હૃદયકુંજમાં જ્ઞાનના દિવ્ય પ્રકાશ પાથરનારા હતા. શાસન ઉપર આપે કેટલા બધા ઉપકાર કર્યા છે ! આપના એ ઉપકારાનું અને આપના પવિત્ર જીવનનું સ્મરણ એ જ અમારું શરણુ હા !
કેડિટ કેટિ વંદન
લેખિકા—પ. પૂ. સાધ્વીજી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી મ. નાં પ્રશિષ્યા પ. પૂ. સાધ્વીજી શ્રી હરેખાશ્રીજી મ.
ધૂપસળી મળીને પણ સુવાસ આપે છે,
દીવા સ્વય' મળીને પણ ઉજાશ આપે છે,
એમ મહાપુરુષા પાતાના જીવનના ભાગે પણ પરોપકાર અને પરમાર્થ કરે છે. જૈન શાસનમાં આવા જ પરાપકારી મહાપુરુષ હતા આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજ.
એમના પાપકારી સ્વભાવનુ' વર્ણન મારા જેવી પામર અને અબુધ કઈ રીતે કરી શકે! એક સસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે—
વિદ્યાવાન મહાન પુરુષોના જીવનની બધી વાતા લોકેાત્તર-અલૌકિક જ હોય છે. એમનું મન હંમેશા જગતના હિતને જ વિચાર કર્યા કરે. એમનાં વચના પણ લોકોને આનદ આપે તેવાં અને લોકોને કલ્યાણમાગે લઈ જનારાં હોય છે. એમના પુરુષાર્થ પણ બધા જીવાના કલ્યાણ માટે જ થાય છે. અને એમનુ દન કરીને પણ દુઃખી જીવાના સંતાપ નાશ પામે છે.
આ બધી વાતા પૂજ્ય નનસૂરિ મહારાજ સાહેબને ખરાખર લાગુ પડે છે. એમનાં તન અને મન રાત-દિવસ પરાપકાર અને પરમામાં જ પ્રવૃત્તિવાળાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org