________________
[૩૪]
આ. વિ. નનસૂરિ-સ્મારકશ્ર‘થ
વહન કરનારા, સઘળા દોષરૂપી દાવાનળને શાંત કરનારા, અષ્ટ પ્રવચનમાતાનું સમર્થ રીતે પાલન કરનારા અને આચાર્યપદના છત્રીશ ગુણાથી વિભૂષિત હતા. અને આવી ગુણસપત્તિ અને શક્તિના બળે એમણે ૨૮ વર્ષની નાની ઉંમરમાં આચાર્ય પદ પ્રાપ્ત કર્યું” હતું. તેમને ગુરુ-સમર્પણભાવ એવા હતા કે, જે વિચાર શાસનસમ્રાટ સૂરિભગવ'તને આવે તે જ વિચાર ઉદયસૂરિ મહારાજ સાહેબને તથા નદનસૂરિ મહારાજ સાહેબને આવે !
કાઈ પણ શકાશીલ વ્યક્તિ આવે તે ગુરુદેવ સુમધુર વાણીથી, શાસ્ત્રને અનુલક્ષીને, તેની શંકાને દૂર કરતા, સરળ કે અટપટા દરેક પ્રશ્નોને સહેલાઈથી ઉકેલવા એ એમની બુદ્ધિનું મનપસંદ કાર્યં હતુ. તેઓ મુખાકૃતિ ઉપરથી પળવારમાં દરેકને પારખી લેતા. નીડરતા, નિઃસ્પૃહતા, નિભતા અને સરળતા-એ ગુણા એમના સ્વભાવમાં પરિણમેલા જ હતા. માત્ર માનવ પ્રત્યે જ નહિ પણ, કીડીથી કુંજર સુધીના સર્વ જીવા પ્રત્યે નિષ્ઠારણુ કરુણાભાવ અને વાત્સલ્યભાવ એમને આત્મસાત્ થયેલા હતા. ધર્મગુરુપદને છાજે તેવા અધા ગુણા તેમણે મેળવેલા અને કેળવેલા, તેથી જ તે એક અદના સાધુમાંથી જૈન સમાજમાં મોટા જૈનાચાર્ય બન્યા અને તપાગચ્છાધિપતિ કહેવાયા.
કાઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે પહેલાં પૂરા વિચાર કરે અને શરૂ કર્યા પછી, વિના કે અડચણો આવે તેાપણુ, મક્કમતા અને કુશળતાપૂર્વક અને પૂર્ણ કરે, ભણવા અને ભણાવવાના ઉપયેગમાં આવે એવા વિશિષ્ટ ગ્રંથે પણ તેમણે બનાવ્યા હતા, તેમ જન્મ્યાતિષ-શિલ્પશાસ્ત્રના તેઓ પારગામી હતા. અ’જનશલાકા, પ્રતિષ્ઠાદિ શાસનનાં અવનવાં કાર્યા તેમના આપેલાં મુહૂર્તોથી થતાં; અને તેથી આવાં કાર્યો નવપલવિત થતાં.
પૂજયશ્રીનું જીવન નદીના નિર્મળ નીરની જેમ પ્રગતિશીલ હતું. પૂજ્યશ્રીને ગેસને વ્યાધિ છેલ્લાં કેટલાંક વર્ષોથી હાવા છતાં પણ પાતે જરા પણ પ્રમાદ ન કરતા. ગમે તે વ્યક્તિ ગમે તે સમયે મુહૂર્તા કઢાવવા આવે તેા કાઢી આપતા અને કોઈ નેય નારાજ ન કરતા. જૈન શાસન તરફની ભક્તિ તેમની રગેરગમાં વ્યાપ્ત હતી. તેથી જૈન શાસનના પ્રશ્નોને પ્રાણપ્રશ્નો માનીને એને પૂરી મહેનત લઈ ઉકેલતા. પૂજ્યશ્રીના સચમની સુવાસથી તેમના મોટા ભાઈએ પણ દીક્ષા લીધી હતી, અને ઉપાપાય સુમિત્રવિજયજી બન્યા હતા.
આમ અનેકાનેક ગુણાથી પૂજયશ્રીનુ જીવન અદ્વિતીય અને આશ્ચર્યકારક બન્યુ હતું. જૈનશાસનરૂપી નભમંડળમાં દિનકર સમાન અને જીવાના આધાર સમાન ધીર, વીર ને ગભીર સૂરીશ્વરજીના ગુણાનુ વર્ણન કરવા માટે માનવીએ સદ્ગુણના ભંડારની શ્રેણીએ ચડવું જોઈ એ. જો પેાતાના જીવનમાં સૂર્ય-ચંદ્ર જેવી પ્રતિભા પ્રગટે તે જ એ મહાપુરુષનું જીવન આલેખી શકાય.
જેમ ગુજરાતના મહામ`ત્રીશ્વર દાનવીર શ્રી વસ્તુપાલ પવિત્ર તીર્થાધીરાજ શત્રુજય મહાતીર્થં ને છરી પાળતા સ`ઘ લઈ ને નીકળેલા અને અકેવાળીઆ ગામે સ્વર્ગવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org