________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧] તેથી અમારા પૂ. ગુરુજીને દર્શન-વંદનની ભાવના થઈ ત્યારે તેઓશ્રી દાદાજીની શીતળ છાયામાં સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન હતા. તેથી અમેએ અમદાવાદથી પાલીતાણા તરફ વિહાર કર્યો. અમે સણોસરા ગામમાં આવ્યા ત્યાં સુધી અમને ખબર ન હતી કે, પૂ. ગુરુદેવ આજે અહીંયા પધારવાના છે. અનાયાસે દર્શન-વંદનને લાભ ત્યાં જ મળી ગયો અને અમારી ભાવના પરિપૂર્ણ થઈ. ઘણાં વર્ષે અમોને જોયા, છતાં પણ અમારો પરિચય આપવો ન પડ્યો તેથી અમારા આશ્ચર્યને પાર ન રહ્યો. ખરેખર, ત્યારે અમોને થયું કે, તેમની સ્મરણશક્તિ કેટલી જાગ્રત છે. તેઓશ્રીની વાણીનું ગુંજન અત્યારે પણ જાણે મનમાં થાય છે. મને લાગે છે કે, આવી બેજોડ સ્મરણશક્તિ પ્રાપ્ત કરવા માટે તે ભવોભવની જ્ઞાનસાધના જ જોઈએ; તે વગર આવી સ્મરણશક્તિ પ્રાપ્ત ન થઈ શકે. જીવનમાં એમને કેવળ જ્ઞાનનો જ વ્યાસંગ હતો એવું પણ ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બિમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓશ્રીને ઊંડો રસ હતો.
પૂજ્યશ્રી વાસક્ષેપ નાખતા કંટાળતા જ નહીં. તેઓશ્રી કહેતા, “આપણુ વડે કઈ ધર્મ પામતો હોય કે ધર્મ પ્રત્યેની કોઈની શ્રદ્ધા વધુ દૃઢ થતી હોય તો આપણે શા માટે પ્રમાદ કરે જોઈએ? કારણ, એ ધર્મ પામે કે એની ધર્મ પ્રત્યેની આસ્થા વધે એમાં આપણને પણ મટે લાભ છે. લેકે પકાર, પોપકાર અને પરકલ્યાણની એમની ભાવના આવી સુંદર હતી. ખરેખર, તેઓ અલૌકિક અને અને ખી વ્યક્તિ હતા.
શાસનનો હીરે આપણી નજર સમક્ષથી જતો રહે તો કોને દુઃખ ન થાય? તેમના અવસાનથી અત્યારે જૈન શાસનમાં મોટી ખોટ પડી ગઈ. દીર્ધાયુ હોત તો ઘણાં શાસનનાં કાર્યો કરત. ખેર ! ભાવી આગળ કેઈનું ચાલતું નથી. હવે તેઓશ્રીનાં દર્શન અશક્ય છે. છતાં પણ તેઓ સંઘરૂપી વાડીમાં એવાં બીજ રોપતા ગયા છે કે આપણી સંઘરૂપીવાડી હરહંમેશ હરિયાળી રહેશે. અને ભવિષ્યમાં એનાં મીઠાં ફળ આપણને મળશે..
તેઓશ્રીનો મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી પરેક્ષરૂપે દરેકને સત્કાર્યો કરવાની પ્રેરણા આપે અને અમે પણ ધર્મના સાચા રાહે પ્રયાણ કરીએ એ જ અભિલાષા.
વંદના
લેખક-શ્રી મફતલાલ સંઘવી, ડીસા જ્યવંતા શ્રી જૈન શાસનના નિર્મળ ગગનમાં ઝળહળતા તારક શા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આજે સદેહે આપણી વચ્ચે વિદ્યમાન નથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org