________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૫] સિતારો ખરી પડયો ! લેખિકા–પ. પૂ. સા. શ્રી તિલકપ્રભાશ્રીજીનાં શિષ્યા
પ. પૂ. સા. શ્રી અનંતપૂર્ણાશ્રીજી મહારાજ શ્રી જૈન શાસનમાં અનેક નરરત્ન પાક્યાં કરે છે. આવું જ એક અમૂલું નરરત્ન પૃથ્વી પર પ્રકાશ પાથરી આપણી વચ્ચેથી વિદાય થઈ ગયું. એ ચમકતો સિતારે લાખોને લાડકવાયો હતો. પૂજ્યશ્રી જૈન શાસનના મહાન સ્તંભરૂપ હતા; સમર્થ વ્યાખ્યાનકાર,
જ્યોતિષવિશારદ, વાત્સલ્યવારિધિ, સાહિત્યનિષ્ણાત અને સમર્થ કેટિના વિદ્વાન હતા. જૈન શાસનમાં ભાગ્યે જ કોઈ એમના નામથી અનજાન હશે.
તેઓશ્રીનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. ભલભલા કઠેર માનવીને કમળતામાં, કૃપણ માનવીને ઉદારતામાં અને કુટિલ જનને સરળતામાં પલટવાની અપૂર્વ શક્તિ તેઓ ધરાવતા હતા. એમનું વ્યક્તિત્વ ભલભલાને આકર્ષે તેવું હતું. ભારે બિમારીમાં પણ આત્મીય શક્તિ ન વર્ણવી શકાય તેવી હતી. તેઓ પોતાના સિદ્ધાન્તમાં એટલા બધા અડગ હતા, કે કેઈની તાકાત ન હતી કે એમને ડગાવી કે ડરાવી શકે. એમને જોતાં જ મસ્તક નમી પડે તેવા તે મહાન પુરુષ હતા. તેઓ તદ્દન નિખાલસ, નિર્દોષ અને સ્વભાવે શાન્ત હતા. વિહાર કરતા તેઓ ગામડે ગામડે ફરી વળતાં અને ગામે ગામ મેટે જનસમૂહ એકત્ર થત. એમનાં દર્શન અને ઉપદેશથી માન અને ધરતી પાવન થતાં.
આવું પ્રકાંડ પાંડિત્ય હોવા છતાં તેઓ એકદમ સરળ અને નિરાભિમાની હતા. આબાલવૃદ્ધ અને વિરોધી સાથે પણ તેઓ હસીને વાત કરતા હતા. ગમે તે વ્યવસાયમાં બેઠા હોવા છતાં કોઈ પણ તત્ત્વજિજ્ઞાસુ શંકાનું સમાધાન મેળવવા આવે તે તુરત જ અત્યંત વાત્સલ્યભાવથી તે આવનાર વ્યક્તિને સંતોષજનક ખુલાસે આપતા. ગમે તે કઠેર સ્વભાવી કે કુતર્કવાદી હોય તો પણ તે તેઓશ્રીની પ્રભાવશાળી મુખમુદ્રાથી શાન્ત બની જતો. તેઓશ્રીની વિરુદ્ધ બોલનાર પ્રત્યે પણ તેઓશ્રી ક્યારેય કષાયભાવ ન રાખતા ઃ આવું દરિયાવ દિલ સ્વર્ગસ્થ ગુરુદેવ ધરાવતા હતા.
કેઈની એવી દિવ્ય શક્તિ નથી કે જન્મને સ્થિર બનાવીને મૃત્યુને ખાળી શકે. આત્મા અમર છે, શાશ્વત છે, પણ જન્મવું, જીવવું અને મરવું તે તે કુદરતને અફર ક્રમ છે. જન્મીને જીવી જાણીને મરણને મહત્સવ બનાવનાર આવા વિરલ પુરુષો જ હોય છે. સંગ પછી વિગ આવે જ છે. પણ આ વિયોગથી તે એમ જ થાય છે કે, શાસનને એક તેજસ્વી સિતારે ખરી પડો !
એ સિતારાનું સ્મરણ આપણા અંતરમાં ધર્મને પ્રકાશ પાથરે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org