________________
[૩૪૮]
આવિ. નંદનસૂરિ-સ્મારકગ્રંથ શાસન નાયક સંત શિરોમણિ
હવે માત્ર સ્મૃતિની સરવાણી; વિરહદના ઊરમાં અપાર નયનેથી વહે છે અશ્રુધાર; પંથે પ્રદર્શક ચાલ્યા ગયા તટસ્થ નિરીક્ષક કાં દૂર થયા?
કાં દૂર થયા ? નમન નમન, ગુરુ ભગવંત, તુજને સ્મરું હે કરુણવંત;
નમન નમન ગુરુ ભગવંત. • તારી કૃપાનો પામું એક તંત, મારા દુઃખનો આવતે અંત;
નમન નમન ગુરુ ભગવંત. ધીર વીર પાવનકારી સંત, શાસનશિરોમણિ ગુણવંત;
નમન નમન ગુરુ ભગવંત.
અંતિમ પ્રતિષ્ઠા કે અનંતની મંજિલ? લેખિકા-પ. પૂ. સા. શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ (“શશિરાજ, બી.એ.)
સુકાયેલી ધરતીને મહેકાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઠુંઠવાઈ ગયેલ વનરાજીઓને નવપલ્લવિત કરવા જેમ વસંત આવે છે, નિસ્તેજ બનેલી માનવતાની હદયકે જેને પ્રફુલ્લિત કરવા પયંગબરે જન્મે છે, તેમ સોહામણું સેરઠ દેશમાં આવેલ અદ્દભુત શોભાને ધારણ કરતા, શૂરવીરતા, દાનવીરતા ને ધર્મવીરતાભર્યા ઈતિહાસની ગાથા ગાતા એવા બેટાદ શહેરમાં વિરલ એક વ્યક્તિને જન્મ થયે. છોડને જેમ વાળીએ તેમ વળે, તે જ રીતે માતા-પિતાના ધર્મસંસ્કારના સિંચનથી બાળપણથી જ નરોત્તમ ધર્મમાગે વળ્યા. શૈશવના શણગાર હજી શરીર પર ચડે તે પહેલાં જ એણે અણગાર જીવનની ઝંખના પોતાની માતા પાસે રજૂ કરી અને સંયમની આરાધના ને શ્રતની ઉપાસના એ તેમને જીવનમંત્ર બન્યા. જનમજનમને આ જ્ઞાનગીઓ સંયમસાધનાની કેડી પર ચઢી જ્ઞાનની અખંડ ધૂણી ધખાવી. જે વિષયને એમની પ્રજ્ઞા અને કલમને સ્પર્શ થયો, એ વિષય ચળકી ઊઠયો અને આગમ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, શિલ્પ, જ્યોતિષના ક્ષેત્રમાં એમણે આગવી સિદ્ધિ મેળવી અને અનુકમે એક એકથી ભેટી પદવી પ્રાપ્ત કરી. સંયમ અને સરસ્વતીના સંગમે એમના જીવનને તીર્થ સ્વરૂપ બનાવી દીધું હતું “યથા નામ તથા ગુજ” એ પ્રમાણે એમણે પિતાનું જીવન નંદનવન સમ મહેકતું કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org