________________
[૩૫૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ કારમો પંજો જૈન શાસનના એક તેજસ્વી સિતારા ઉપર પડ્યો અને ગગનગોખેથી એક ચમકતો સિતારો ખરી પડ્યો ! અને એક પુણ્યવંતા કામ માટે તીર્થધામ પાલીતાણા જઈ રહેલા પૂજય આચાર્ય ભગવંતને જીવનદીપ રસ્તામાં જ તગડી ગામે બુઝાઈ ગયે! જેન સમાજના એ તેજસ્વી ચમકતા તારા એમની અનોખી તેજલેખા મૂકી ખરી ગયા ! : માનવીને દેહ નાશ પામે છે, પણ તેના જીવનકાળ દરમ્યાન થયેલાં કાર્યો–કીર્તિનાં કેટડાં-કાળાંતરેય નાશ પામતાં નથી ! પૂજ્ય આચાર્ય ભગવંતને જીવનદીપ ભલે બુઝાઈ ગયે, પણ તેમણે દીર્ઘ જીવનકાળ દરમ્યાન કીર્તિની જે લેિબંધીઓ રચી છે તેના કાંગરા કદી ખરે તેમ નથી જ !
જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત, એ ન્યાયે મૃત્યુનો શોક પણ શો કરશે અને તેથી જ જૈન શાસનના આ તેજસ્વી તારલાએ જે રીતનું જીવન જીવી જાણ્યું તેનું આજ અભિવાદન કરું છું—અલબત્ત, જૈન શાસનને એમની વિદાયથી એક મોટી ખોટ પડી છે, એક મહામૂલી મૂડી ગુમાવી હોય તેવું દુઃખ આપણે અનુભવીએ છીએ.
પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રના બેટાદ ગામમાં સંવત ૧૫૫માં જન્મ ધારણ કરી તેઓ એક એવું ઉત્તમ જીવન જીવી ગયા કે જેનાં સંભારણાં ચિરકાળ સુધી ચાલુ રહેશે ! - બાલ્યકાળથી અનોખા સંસ્કાર તેમને સાંપડ્યા હતા અને જીવનને ધર્મમય માગે આગળ ધપાવ્યું રાખ્યું હતું. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજીના ઉપદેશામૃતનું તે જાણે તેમણે અખંડ પાન કરી લીધું હતું. અને તેથી એમનું જીવન તેમના ચરણોમાં મૂકી ગયું હતું. શાસનસમ્રાટના સંદેશને એમણે જીવનમાં મૂર્ત કર્યો હતો અને એને લીધે તેઓશ્રી સૌઈના આદરને પાત્ર બની ગયા હતા. માત્ર ૨૮ વરસની ઉંમરે તો તેઓશ્રી આચાર્ય પદવી પામ્યા હતા.
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજીને કણ નહીં ઓળખતું હોય? તેમનું હસતું પ્રેમાળ મુખ, પળવારમાં સામાનું દિલ જીતી લે એવી વાક્પટુતા, તેમને વિવેકશીલ સ્વભાવ, તેમનું સૌજન્ય, તેમની હળવી રમૂજભરી વાતચીતની છટા, સૌકોઈને આંજી શકે તેવો બુદ્ધિભવ–આવા આવા ગુણોને લીધે એક વખત પણ તેમના પરિચયમાં આવનાર કદી પણ તેમને ભૂલી શકે તેમ નથી જ !
જૈન ધર્મના ઉત્કર્ષ માટે તેઓશ્રી ખૂબ જ લાગણી અને ધગશ ધરાવતા હતા અને તે માટે તેમણે તેમના જીવનકાળ દરમ્યાન કરેલી કાર્યવાહી ચિરસ્મરણીય બની રહે એવી છે. જ્યોતિષશાસ્ત્ર માટે તો તેમની ખ્યાતિ ભારતભરમાં પ્રસરી હતી અને મુહૂર્ત માટે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નંદનસૂરીશ્વરજી શું કહે છે, તે જાણવા ઉરચ કક્ષાના જ્યોતિષીઓ પણ આતુર રહેતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org