________________
f૩૫૬]
આ વિનંદનસૂરિ સ્મારક કૌશલ્યાધાર ગુરુદેવ લેખિકા–પ. પૂ. સા. શ્રી પ્રદશ્રીજી મહારાજ શ્રી શંત્રુજય, શ્રી ગિરનારજી જેવાં તીર્થોથી પવિત્રિત સોરઠ દેશની ભૂમિનું બોટાદ નગર આપણા ગુરુભગવંતની જન્મભૂમિ. પિતા હેમચંદભાઈ તથા માતા જમનાબહેનની કુક્ષિએ વિ. સં. ૧લ્પપના કાર્તિક સુદિ ૧૧ના દિવસે જન્મ થયે. કોણ જાણી શકે કે ભાવિ શાસનનું રત્ન ઉત્પન્ન થયું ? નામ એનું નત્તમ. કુટુંબના ધર્મસંસ્કારોનું સિંચન તેમ જ ભવાન્તરની આરાધનાના પરિણામરૂપે સંસાર પ્રત્યેની ઉદાસીનતા તેમ જ વૈરાગ્ય પ્રત્યેની મમતાનાં બીજ નરોત્તમના આત્મારૂપી ઉદ્યાનમાં વવાયાં. પૂ. ગુરુદેવના વૈરાગ્યના બીજને પાણી અને ખાતર સમી શાસનસમ્રાટશ્રીની અમૃતમય વાણીએ સિંચન કર્યું, જેના ફળરૂપે નરોત્તમમાં સંયમપ્રાપ્તિની તમન્ના જાગી. વચમાં સંસારના કેટલાક અવરોધો આવતા રહ્યા, પણ છેવટે આત્મશ્રદ્ધા, રત્નત્રયીની આરાધનાની અદમ્ય ભાવના તેમ જ શાસનની સેવાના મનોરથને પરિપૂર્ણ કરવા માટે એમણે અમદાવાદ પાસે વળાદ મુકામે શાસનસમ્રાટશ્રીના પટ્ટાલંકાર પૂ. ઉપાધ્યાય (પછી આચાર્ય) ઉદયવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી અને નત્તમ મુનિ નંદનવિજયજી બની ગયા.
કિશોરાવસ્થામાં પ્રાપ્ત થયેલાં રત્નોના વિકાસ માટે તેઓશ્રી સતત જ્ઞાનાભ્યાસ, ક્રિયા, તપ, સ્વાધ્યાય, ગુરુભક્તિ, વિનય, વૈયાવચ્ચ જેવા ગુણોને આત્મસાત્ કરવા લાગ્યા. પૂ. ગુરુભગવંતના હાર્દિકે આશીર્વાદથી, પોતાના પશમથી તેમ જ શાસ્ત્રાભ્યાસની તમન્ના, ન્યાય, વ્યાકરણ, આગમ, ષદર્શન તેમ જ જ્યોતિષશાસ્ત્રમાં તેઓ પારંગત બની શક્યા. ધન્ય છે ગુરુદેવની જ્ઞાનાભ્યાસની તમન્નાને તેમ જ ગુરુભક્તિને. અલ્પ સમયમાં પ્રાપ્ત કરેલ ગુરુભગવંતોની પ્રીતિ તેમ જ વિદ્વત્તાને પરિણામે શાસનસમ્રાટશ્રીએ માત્ર ૧૩ વર્ષના દીક્ષા પર્યાયમાં એમને વિ. સં. ૧૯૮૩માં આચાર્ય પદ પર આરૂઢ કર્યા હતા.
અદ્વિતીય ક્ષયોપશમના કારણે પૂજ્યશ્રી અનેક ગ્રંથોના રચયિતા બન્યા. શાસનસમ્રાટ શ્રીજીના જાજરમાન વારસાને જાળવવાનું સૌભાગ્ય તેઓશ્રીના ફાળે અધિક આવ્યું. આશરે ૫૦ વર્ષ જેટલા દીર્ધ આચાર્ય પદ અને ૬૨ વર્ષના સંયમ પર્યાયમાં તેઓશ્રીએ સંખ્યાબંધ અંજનશલાકા, પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપ, ઉપધાન તપ, દીક્ષાદાન વગેરે દ્વારા શાસનની ઘણી સેવા બજાવી હતી. જ્યોતિષશાસ્ત્રમાં પ્રાપ્ત કરેલી વિદ્વત્તાના પરિણામે શાસનના પ્રાયઃ બધાં જ પવિત્ર કાર્યોનાં શુભ મુહૂર્તો મેળવવા માટે તેમની પાસે અસંખ્ય લોકે આવતા હતા. એમની પ્રેમાળતા દાખલારૂપ બની રહે એવી હતી. શાસન અને સંઘની મોટામાં મોટી મુશ્કેલીઓનું નિવારણ કરવા તેઓ સદા સજજ રહેતા હતા. ધન્ય છે શાસનના ઝળહળતા એ સિતારાને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org