________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૩૫૩ ]
રજા લઈ, વિ. સ’૨૦૩૦ના ચાતુર્માસ માટે અમદાવાદ પધાર્યા. ત્યાં પૂજ્યશ્રીના ઉપદેશ મુજબ ભારતભરમાં ૨૫૦૦મા નિર્વાણુ વર્ષની ઉજવણી થઈ. રાજનગરના ઇતિહાસમાં પણ અનેરું પ્રભાત ઊગ્યું.
જાણે ભવિષ્યવેત્તા હોય એમ તેઓશ્રી કથારેક કહેતા કે, “મને તે શાસનસમ્રાટ પૂ. ગુરુદેવ જેટલાં-૭૭ વર્ષ થવાના છે.” અત્યુ' પણ તેવુ જ. ૭૮મા વર્ષની શરૂઆતના દાઢ મહિનામાં જ તેઓશ્રી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા ! જ્ઞાનીની અગમ્ય વાણીને કાઈ સમજી શકતુ નથી.
તેઓશ્રીની અગાધ કાર્યશક્તિ, અકાટચ તેજસ્વી દલીલા, શાન્ત અને સ્મિતભરી પ્રસન્ન મુખમુદ્રા, શાસન પ્રત્યેની સપૂર્ણ વફાદારી, શાસનપ્રભાવનાનાં સંગીન કાર્યાં, અનેક મુહૂર્તોની સૂમ ઝીણવટભરી છણાવટ, સરળતા, નીડરતા, સ્પષ્ટવાદિતા વગેરે કયાકયા ગુણાને યાદ કરીએ ?
તેમના નાજુક દેહ શક્તિઓના ભડાર હતા. વિવિધ સ્વરૂપે એ શક્તિએ પ્રગટ થઈ હતી. એ શક્તિથી તેઓએ જેમ અનેક રીતે શાસનની સેવા કરી, તેમ જ્ઞાન, દર્શન, ચારિત્રની નિર્મળ આરાધના કરી જીવન ધન્ય બનાવ્યુ, અને આત્મશ્રેય સાધી લીધુ’. વિ. સ. ૨૦૩૨ના માગશર વિદ ચૌદસે કાળે એમના પર વિજય મેળવ્યેા; પણ હારમાંચ એમની તેા જીત જ હતી. જેના મૃત્યુથી હૃદયને વેદના થાય છે તેનુ મૃત્યુ મૉંગલ ગણાય છે. આ મહાન સંતની ચિરવિદાય સારાય જૈન સમાજને માટે વેદનાકારક અને વસમી બની છે.
દિવસના અજવાળામાં ખીલતાં અને સુવાસ આપતાં ફૂલા તે લોકનજરમાં સતત રમતાં હોય છે, પણ રાતરાણીનું ફૂલ તા, કાઈ પણ જાતની પ્રશંસાની આકાંક્ષા રાખ્યા વિના, સુવાસ આપે જ જાય છે. એવા હતા વાત્સલ્યવારિધિ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મ. નન્દનવન જેવી પરિમલથી મહેકતા પાતાના જીવનની સુવાસ દૂર-સુદૂર સુધી વિસ્તારી, સમાધિપૂર્વક જીવન વિતાવી, સહુને રાતાં મૂકી પોતે સ્મિત વેરી ચાલ્યા ગયા ! અંતમાં, પરમ કૃપાળુ, વાત્સલ્યવારિધિ ગુરુદેવેશના ચરણસરાજમાં અગણિત વંદન.
૪૫
જૈન શાસનના એક તેજસ્વી સિતારા
લેખક—શ્રી ભદ્રિક જે. કાપડીયા, ખંભાત
સંવત ૨૦૩૨ની માગસરવદી ૧૪ની કાળરાત્રી શરૂ થાય તે પહેલાં કાળદેવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org