________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૪] તેમનાં રૂંવાડે રૂંવાડે, હૈયાના ખૂણે ખૂણે ને આત્માના પ્રદેશ પ્રદેશે અનેકાંતવાદનો નાદ હતો. પૂજ્યશ્રીના હૈયામાં શાસન માટેનો તરવરાટ હતું, અપૂર્વ તમન્ના હતી, વાણીની મધુરતા હતી, હૈયામાં કલ્યાણની ભાવના હતી, જ્ઞાનની વિશાળતા હતી. શિ૯પકળા ને તિષના તેઓ અગ્રણી બન્યા. એમનામાં લોકેષણની લાલચ ન હતી, સ્વાર્થની ગંધ ન હતી, ને પ્રમાદની પામરતા ન હતી. પૂજ્યશ્રી ચંદ્ર જેવા નિર્મળ, હંસ જેવા ઉજજવલ, વૃષભ જેવા બળવાન, સિંહ જેવા દુષ, કાચલા જેવા ગુપ્તેન્દ્રિય અને ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હતા. તેમનું નેત્રયુગલ પ્રશમરસમાં નિમગ્ન હતું, વદન કમળ સદાને માટે પ્રસન્ન હતું.
પૂજ્યશ્રીના જીવનમાંથી અનેક ગુણોરૂપી પુ ચૂંટવા જેવાં છે. શ્રાવક-શ્રાવિકા પરને નિઃસ્વાર્થ પ્રેમ, પ્રત્યેક સાધુ-સાધ્વી પ્રત્યેને સદ્દભાવ તથા લાગણી અજોડ હતાં. સારાયે ભારતમાં ધર્મના અનેક કાર્યનાં શુભમુહૂર્તો પૂજ્યશ્રીનાં હાથે નીકળતાં હતાં. તેઓશ્રીનું મુહૂર્ત શ્રેષ્ઠ ગણાતું હતું. અનેક આત્માઓને તેમણે દીક્ષાનું દાન આપ્યું છે. પૂજ્યશ્રીની સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે દરેક નાના-મોટા સાધુ-સાધ્વીજીનાં નામે પણ એમને યાદ હતાં. શાસનનાં અનેક શુભ કાર્યો-જેવા કે જીણોદ્ધાર, તીર્થોદ્ધાર, પ્રતિષ્ઠાએ-તેઓશ્રીના વરદ હસ્તે થયેલાં છે. રાજનગરના પાંજરાપોળના ઉપાશ્રય પર તેઓશ્રીને અનન્ય ઉપકાર છે, અનેક મુનિ મહારાજાએ પૂજ્યશ્રીની નિશ્રામાં રહેતા હતા.
અનંત સિદ્ધીના પવિત્ર તીર્થસ્થાનમાં છેલ્લી પ્રતિષ્ઠાનાં વાજાં વાગવા લાગ્યાં. એ અંતિમ પ્રતિષ્ઠા પણ આગમવાચનાદાતાર શ્રી પૂજયપાદ ગચ્છાધિપતિ નંદનસૂરીશ્વરજી મ. સા. ના વરદહસ્તે થશે, એ સમાચાર સાંભળતાં હૈયાં આનંદના હિલોળે ચઢયાં. તબિયતની અસ્વસ્થતા છતાં પણ અમદાવાદથી પાલીતાણા તરફ મંગળ પ્રસ્થાન કર્યું. વિહારનાં ગામે પુણ્યશાળીના ચરણસ્પર્શથી પાવન થતાં હતાં. પૂ. આચાર્યદેવ તગડી મુકામે આવ્યા. એ ગામની ભૂમિ એક બાજુ સંતના પાદાગમનથી પવિત્ર બની તો બીજી બાજુ એ જ ભૂમિ પર કાળ ત્રાટકી પડ્યા અને એમનો જીવનદીપક ઓલવાઈ ગયે! ક્ષણ પહેલાંનું ગુંજતું વાતાવરણ શોકમય બની ગયું. કેવો છે કુદરતને ન્યાય–નીકળ્યા હતા અંતિમ પ્રતિષ્ઠા કરાવવા ને વિદાય થયા અનંતની મંજિલે !
જાણે સ્વપ્ન ઊડી ગયું, એની સ્મૃતિ રહી ગઈ. વિશ્વવિભૂતિ અલેપ થઈ ગઈ.
કેટકેટલા મુમુક્ષુઓને આપે દીક્ષિત બનાવ્યા છે ! કેટકેટલાં જીણોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા કરાવી શાસનની શાન વધારી છે ! કદમ્બગિરિ તથા ડેમ આજે તીર્થ ધામે બની ગયાં છે. ધન્ય છે આપના એ અથાગ પરિશ્રમને. અમારી ભાવભરી સ્મરણાંજલિ આપના પદપંકજમાં અર્પણ કરીએ છીએ. આપના નોધારા બાલશિષ્યને આશીર્વાદ આપતા રહેશે ને અમદષ્ટિ વરસાવતા રહેશે. ખરેખર–
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org