________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[ ૨૭૩ ]
અનેક ઝંઝાવાતમાં ઊધ્વગામી દ્રષ્ટિ રાખી, પરિણામના વિચાર કરી, અતિ ગાંભીર્યથી, લેાકેાના અપવાદ સહન કરીને પણ, તેમણે સમતાલપણું રાખ્યું અને રખાવ્યું છે, જેના પરિણામે શાસનની છિન્નભિન્નતા અટકાવવામાં તેઓ નિમિત્તરૂપ બન્યા છે, તે નિહાળ્યું છે.
દીર્ઘદૃષ્ટિ અને પરિણામને વિચાર—વિ. સં. ૨૦૧૩માં ચડાશુચ’ડુ પ’ચાંગમાં ભાદરવા શુદિ પાંચમનેા ક્ષય હતા. ગુરુમહારાજે વિ. સ. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪ માં ભાદરવા શુદિ પાંચમના ક્ષયે અન્ય પચાંગના આધારે ભાદરવા સુદ છઠ્ઠને ક્ષય કરી સવચ્છરી આરાધી હતી. ગુરુ પ્રત્યે અપાર પ્રેમ ધરાવનાર અને દરેકને મંગલિક સભળાવતાં ‘નમે નમા શ્રી ગુરુનેમિસૂર્ય' ઉચ્ચારતા સૂરિપુંગવે શાસનનું હિત હૈડે ધરી, દીર્ઘદૃષ્ટિથી, સૂરિસમ્રાટના સમુદાયની એકતા સાચવવાપૂર્ણાંક, આરપીની અખંડિતતા માનનાર વનું એકવ્યપણું સાચવી અતાવ્યુ છે.
શાસનના સર્વેસર્વા—વિ. સં. ૨૦૧૪નુ બીજું મુનિસ‘મેલન થયું. બધા આચાર્યાદિ મુનિ ભગવંતા પધાર્યા. તે એ વખતે પાલીતાણા હતા. નબળા સ્વાસ્થ્યને કારણે તેઓએ આવવાના વિચાર માંડી વાળ્યા હતા, છતાં સૌને જણાયું કે તેમની ગેરહાજરી શાસનને ભયકર નુકસાનકર્તા નીવડશે; તેથી તેને આગ્રહ થયા. તે આવ્યા. અને તેમની હાજરી શાસન માટે સર્વેસર્વા જેવી રહી. એમની આ પ્રભાવકતા તેમના સ્વર્ગવાસ સુધી શાસનમાં તે જ રીતે રહી છે, તે સૌ જોઈ શકયા છે.
પૂર્વગ્રહ વિનાની વિચારસરણી—જૈન શ્વેતાંબર કેન્સનું પાલીતાણામાં સંમેલન થયું. આ સંમેલનની પાછળની કાર્યવાહીનુ તેમણે નિરીક્ષણ કર્યું. અને એમને લાગ્યુ કે આની પાછળ શુભાશયની વૃત્તિ છે, એટલે જરા પણ પૂર્વગ્રહ રાખ્યા વિના, નીડરતાપૂર્વક, તેને ટેકા આપ્યા અને જાતે સંમેલનમાં પધારી આશીર્વાદ આપ્યા.
પ્રતિભારક્ષક આચાય ૨૫મી નિર્વાણુ શતાબ્દીના પ્રસંગે તેમની પરિપક્વ વિચારધારા અને સમતુલનતાનાં વિશેષ દર્શન થયાં છે. પૂર્વાચાર્યોએ જુદા જુદા રાજ્યસક્રાન્તિકાળમાં જે યાગ્ય નિર્ણય કરી જૈન શાસનની રક્ષા કરી, તેનું આછું દર્શન આપણને ૨૫મી નિર્વાણ શતાબ્દી પ્રસંગે તેમણે જે અગ્રગણ્ય ભાગ લીધા અને જૈન શ્રમણસ‘સ્થાની પ્રતિભાને સાચવી રાખી તેમાં થયુ છે.
જૈન શાસનની સમગ્ર પ્રતિભાના પ્રશ્ન હોય તેા ગભેદ અને કરી શાસનની પ્રતિભાને સાચવી રાખવી જોઈ એ, જે સૌકાઈની તેના આદર્શ તેમણે તેમના તે વખતના અગ્રગણ્ય ભાગ દ્વારા આપણને પૂરા પાડયો છે.
વિચારભેદને ગૌણ ફરજ થઈ પડે છે,
શાસનના સમાન્ય શિરામણ
આચાય --છેલ્લે શ્રી શત્રુંજય ગિરિરાજ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org