________________
પ્રશસ્તિ: લેખે તથા કાવ્ય
[૨૭] જૈન દર્શનમાં આગમશાસ્ત્ર મહાન આલંબનરૂપ છે. મહાન આગમ શ્રી ભગવતીજી, આચારાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમે, પ્રકરણે, કર્મસાહિત્ય વગેરેમાં તેઓશ્રીએ અજોડ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી. એટલે તેઓશ્રી જાણે જીવતું-જાગતું આગમ જ ન હોય એ રીતે કઈ પણ આગમવિષયક પ્રશ્ન ક્યારેય પણ આવે ત્યારે સચોટ રીતે હૈયામાં ઊતરી જાય એવી દલીલપૂર્વક આગમના આધારે જવાબ આપવામાં તેઓ પ્રત્યુત્પન્નમતિ હતા.
જેન શાસ્ત્રોને વિશિષ્ટ પ્રકારે જાણવાં હોય તે જનતર શાસ્ત્રોના પણ જ્ઞાતા બનવું જ જોઈએ. આ મહાપુરુષ, કૃતિ, સ્મૃતિ, વેદ, ઉપનિષદ, પુરાણ, સાંખ્ય દર્શન, નિયાયિક દર્શન અને વૈશેષિક દર્શનના ગ્રંથો તેમ જ અન્ય દાર્શનિક ગ્રંથોમાં પણ વિદ્વત્તા પ્રાપ્ત કરી હતી, કે જેથી અન્ય દર્શનના ચર્ચાસ્પદ વિષયોને પણ, જૈન દર્શન અને ઈતર દર્શનની તુલનાત્મક દષ્ટિ રાખી, ધારાપ્રવાહ લેકેની પંરપરા આપી, દાર્શનિક વિદ્વાનોનાં હિયાંમાં પણ સ્યાદ્વાદ સિદ્ધાંતને ચમત્કાર ઉપજાવી શકતા હતા. અને દાર્શનિક વિદ્વાને એ અમૃતમય વાણીને શ્રવણ કરીને નતમસ્તક બનતા હતા. વળી, આ બધી ચર્ચા સાંભળનાર ત્યાં બેઠેલા બીજા ભાવુકને પણ એમ જ થયા કરતું કે ગુરુભગવંતે કેટલું બધું મુખપાઠ રાખ્યું હશે!
- પૂજ્યશ્રીની બુદ્ધિમત્તાનું તે શું વર્ણન કરીએ! કઈ પણ અટપટો કે ગૂંચવણભર્યો પ્રશ્ન હોય, તેમાંથી રસ્તે કેમ કાઢવો તે બાબતમાં તેઓશ્રી અપૂર્વ બુદ્ધિમત્તા ધરાવતા હતા. આ જ કારણે શમણુભગવંતના સમેલન પ્રસંગે, વિષય વિચારિણી સમિતિમાં તેઓશ્રીને નંબર મોખરે હતે. વળી કેટલીક બાબતમાં બીજાઓને વિરોધ હોય તે પણ જે એ વાત શાસનના હિતમાં જણાતી હોય તો તેના માટે તેઓ અફર નિર્ણયવાળા રહેતા હતા.
અક્યની બાબતમાં પૂજ્યશ્રી ઘણા જ ઉદાર હતા. તિથિચર્ચાની એકતાને પ્રસંગ ઉપસ્થિત થયે ત્યારે, પૂજ્યશ્રીએ પાંચમના ક્ષયે ત્રીજો ક્ષય કરનાર, ચેાથને ક્ષય કરનાર, પાંચમને ક્ષય કરનાર અને છઠ્ઠને ક્ષય કરનાર એમ ચાર મત હોવા છતાં, ચારેયને માટે એક નિવેદનમાં જણાવેલ કે, ચારેય મતવાળાઓએ પોતે જે કરેલ છે તે શાસનને સામે રાખીને, ભવભીરુતા રાખીને કરેલ છે, એટલે ચારમાંથી કોઈનેય ખેટા કહેવા
ગ્ય નથી. પણ બધા મોંમાંથી શાસનહિત ખાતર, શાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલે તે રીતે, એક મતમાં આવી જવું તે પણ શાસ્ત્રસંમત અને શાસનની વફાદારીરૂપ છે.
મુહૂત, શિલ્પ અને વિધિવિધાનોની બાબતમાં તે કોઈ પણ જાતને સંપ્રદાયભેદ રાખ્યા સિવાય તેઓ દરેકને પૂરે સંતોષ આપતા હતા. ધાર્મિક ક્રિયાઓનાં–પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, શાનિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચકમહાપૂજનાદિ અનેક મહાપૂજન, ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org