________________
[૩૩૬ ]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ જૈન શાસનની પ્રભાવનાની સુવાસ મહાન પ્રભાવશાળી વિચક્ષણ ધૂરંધર આચાર્યોએ જ પિતાના કાર્યક્ષેત્ર અને બુદ્ધિબળથી ચોમેર ફેલાવી છે.
સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિમાં બોટાદ ગામમાં જમના માતાની કુક્ષિમાં, છીપને વિષે સ્વાતિ નક્ષત્રના બિન્દુ તુલ્ય, પ. પૂ. નંદનસૂરીશ્વરજી મહારાજ અને વિ. સં. ૧૫૫માં જન્મ થયો. માતા-પિતાના પવિત્ર સંસ્કારસિંચનથી તેઓશ્રીને જીવનરૂપી બગીચો નવપલ્લવિત થયો. સાચાં માતા-પિતા તે તે જ કહેવાય કે જે પિતાના સંતાનને ધર્મને અણમેલ વારસો આપે.
આ મહાન વિભૂ તિએ બાલ્યાવસ્થા વટાવીને યુવાવસ્થાના પ્રારંભમાં ધર્મની બાલ્યાવસ્થાને ત્યાગી ધર્મની યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. કુમળી વયમાં ચારિત્રને પંથે વિચરવા જીવનનૌકાને વહાવી અને પૂજ્ય શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.ના વચનામૃતના પાનથી જીવનને સંયમના રંગે રંગી લીધું. સં. ૧૯૭૦માં શ્રી વિજયેદયસૂરીશ્વરજી મ. ના ચરણે જીવન સમર્પણ કરી, એમના અતેવાસી બની, રત્નત્રયીને સાધવા લાગ્યા, શ્રી નંદનવિજયજી મ.ના નામે વિખ્યાત થયા. ચારિત્ર સ્વીકાર્યા બાદ તેઓ જ્ઞાનોપાસનામાં ખૂબ લીન રહેતા હતા. એક સમયની વાત મને યાદ આવે છે કે, પ. પૂ. સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ. કહેતા હતા કે, આપણા સાધુ સમાજમાં પ. પૂ. વિજયનંદનસૂરીશ્વરજી મ.ને આગામે કંઠસ્થ છે. આ ઉપરથી આપણને જાણવા મળે છે કે તેઓશ્રી જ્ઞાનોપાસનામાં કેટલા બધા રત હતા.
તેઓશ્રીને સં. ૧૯૮૦માં પંન્યાસ પદવી આપી. સં. ૧૯૮૩માં આચાર્યપદથી વિભૂષિત થયા. આ મહાન વિભૂતિનું નામ “નંદન”, એટલે ખરેખર નંદનવન જે આનંદ દેવાવાળા હતા; સૌને પિતાની મીઠી-મધુરી વાણીનું પાન કરાવીને આનંદગંગામાં મગ્ન બનાવતા હતા. જ્યારે પણ દર્શન-વંદન માટે જઈએ ત્યારે તેમનું મુખારવિંદ ખૂબ સૌમ્ય અને આનંદિત દેખાતું.
પૂ. આચાર્યશ્રી મહાન તિર્ધર હતા. જૈન સમાજના પ્રત્યેક કાર્યનાં શુભ મુહૂર્તો તેઓ ગમે તેવી પ્રતિકૂળતામાં પણ કાઢી આપતા હતા. ગમે તેટલા માનવીઓ આવે તે પણ પૂજ્યશ્રી કંટાળતા નહિ. પરંતુ બધાને શાંતિપૂર્વક મુહૂર્ત કાઢી આપતા હતા. ખરેખર, તે જ જ્ઞાન કહેવાય કે જે જ્ઞાન બીજાને શાંતિ આપે. તેમનામાં નિરભિમાનતા એ મોટામાં માટે ગુણ હતે.
સમુદાયના કે ગચ્છના કેઈ પણ ભેદ વિના નાનાં સાધુ-સાધ્વી સાથે નાનાંની રીતે અને મોટાની સાથે મોટાની રીતે રહીને દરેકની યોગ્ય જરૂરને તેઓ સહર્ષ પૂર્ણ કરતા.
બે વર્ષ પહેલાંની વૈશાખ મહિનાની વાત છે. મુંબઈમાં રહેતા એક ભાઈને માતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org