________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૩૧] માટે જ તેઓશ્રી, સામા પક્ષે વડીલ હોય તો એમને જાતે મળી અથવા બોલાવી, પ્રેમથી, એકબીજાના વિચારની આપ-લે કરી, પિતાનું દૃષ્ટિબિંદુ સમજાવી, પિતાની ભૂલ હોય તે તે પણ સ્વીકારી, શાસ્ત્રપાઠ આપી સમાધાન કરતા. પૂજ્યશ્રી એકલા શાસ્ત્રપાઠ જ ન આપતા, પૂર્વે થયેલ મહાન આચાર્ય ભગવંતે કે મહાન પુરુષોએ કરેલ નિર્દેશ અને કાર્યનાં પણ ઉદાહરણ આપતાં. આમ તેઓશ્રી પ્રેમથી સૌને જીતી લેતા. માટે જ કઈ પણ ગચ્છ, સમુદાય કે ફિરકાનાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ પૂજ્યશ્રી પાસે આવતાં ડર, ક્ષોભ કે સંકેચ અનુભવતા નહોતા. આમ પૂજ્યશ્રીનું સમગ્ર જીવન જ પ્રેમમય–વાત્સલ્યમય હતું. હવે એ વાત્સલ્યમય, પ્રેમભર્યા મિત અને હાસ્યથી છલોછલ આશીર્વાદ ક્યાં મળવાનો છે !
પૂજ્યશ્રી કોઈ પણ બાબતનો નિર્ણય કરતાં પહેલાં સ્યાદ્વાદની દષ્ટિએ સંપૂર્ણ વિચાર કરી, તથા એનાં દૂરગામી પરિણામેનો પણ દીર્ઘદૃષ્ટિપૂર્વક વિચાર કરી નિર્ણય કરતા. આથી જ દરેક બાબતોમાં પૂજ્યશ્રીના નિર્ણયે આખરી અને સર્વોપરી ગણાતા હતા. વળી તેમની વિલક્ષણ વિશિષ્ટતા તો એ હતી કે, આ રીતે લીધેલ નિર્ણયમાં તેઓ અંત સુધી અડગ રહેતા. પૂજ્યશ્રીનો આ પ્રકારનો અનુભવ છેલલાં બે વર્ષોમાં બે નિણ માટે તે સમગ્ર જૈન સમાજને બરાબર થઈ ગયો છે.
પ્રથમ નિર્ણય પૂજ્યશ્રીએ ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીની રાષ્ટ્રિય સ્તરે થનાર ઉજવણી અંગે લીધો હતો. પૂજ્યશ્રી પિતે લીધેલ નિર્ણયમાં છેક સુધી અડગ રહ્યા. પરિણામે શ્રી ચતુર્વિધ સંઘે પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ, નેતૃત્વ નીચે, ભગવાન મહાવીર પરમાત્માની ૨૫મી નિર્વાણ શતાબ્દીની સારી રીતે ઉજવણી કરી હતી.
બીજે નિર્ણય પૂજ્યશ્રીએ, શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર તૈિયાર થયેલ નૂતન જિનમંદિરમાં જિનપ્રતિમાજીને ગાદીનશીન કરવાના આદેશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નકરા પદ્ધતિથી આપ્યા હતા, તેને ટેકે આપવાને લીધો હતો. અને તેમાં પણ પૂજ્યશ્રી જીવનના અંત સમય સુધી-છેક છેલ્લા દિવસ સુધી-અડગ રહ્યા હતા.
જેમ પરમાત્માની અને એમની મૂર્તિની ભક્તિ અને પૂજા કરવાથી આપણને તેમના જેવા થવાનું મન થાય છે, અને આપણામાં એવા ગુણ અને શક્તિને ડો-ઘણે પણ અંશ આવે છે, તેવી જ રીતે આપણે ગુણવાન બનવા માટે મહાન પુરુષની ગુણસ્તુતિ કરીએ છીએ. એ પ્રમાણે આપણે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના ગુણની સ્તુતિ કરવાની સાથે સાથે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે જોઈએ. જે તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા કેશિશ કરીશું તે જ આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ અપી ગણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org