________________
(૩૦૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ સુંદર કાયા છોડ ચો વણઝારો” લેખક–પ. પૂ. આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
૫, ૫, મુ. શ્રી અભયચંદ્રવિજયજી મહારાજ સામાન્ય બીના હોત તે આટલો બધો ખેદ ન થાત, મુખ પ્લાન ન બનત, ઉરમાં ઉદ્વેગનાં આંસુ ન ઊભરાત, પણ જે છત્રની છાયામાં રહીને શૂન્યમાંથી સર્જન કરવાને, અને સાધનામાં આગળ વધવાનું પુણ્યગ પ્રાપ્ત થયું હતું, તેવા ટાણે એ છત્ર છિનવાઈ ગયું, અને પ્રગતિની આગેકૂચમાં અવરોધે ઊભા થયા. અમૂલ્ય ચીજ ખોવાયાના ખેદમાં સૂનમૂન બનેલી અને ઊભરાયેલાં આંસુવાળી આખે છત્રના ખાલીખમ પડેલા સ્થાનમાં ટગમગ જોયા કરતી હતી. અને એક ઊંડે નિઃશ્વાસ નંખાઈ ગયો: રે કાળ! હવે તે તને ઠપકો દેવા માટે શબ્દ પણ નથી મળતા !
જેમનાં તપ-ત્યાગ-જ્ઞાન-ધ્યાનરૂપી પુપોની સુગંધદાર હવા ચારે તરફ પ્રસરતી હતી; અને એવા સુગંધમય ખુશનુમા વાતાવરણમાં અનેક પુણ્યાત્માઓ જીવનને સૌરભમય બનાવતા હતા, એમના ઉપર કાળનાં વાદળ, ઝંઝાવાતની સેનાને લઈને, ધસી આવ્યાં અને એ જોરદાર વંટોળિયામાં, ખીલીને સ્મિત વેરતું, સુગંધ પ્રસરાવતુ એ પુષ્પ ઊખડીને તણાઈ ગયું–બીજાઓને માટે વિલાપના વલેપાત મૂકીને !
શક અને વેદનાને પ્રસરાવતા એ દિવસે શાસનના તિર્ધર, પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજશ્રીને અનંત શક્તિનિધાન આત્મા પોતાની કાયાની માયાને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યો ગયો, અને ભક્તિથી ભાવિત બનેલા ભક્તોનાં હૃદયને ભગ્ન બનાવતે ગયે !
મહાપુરુષનું જીવન જ નિરાળું હોય છે. તેમના જીવન ઉપર પ્રકાશ પાથરવાની કેઈ આવશ્યકતા રહેતી નથી. તેઓ સ્વયં તેજપુંજ હોય છે અને તે તેજપુંજમાંથી નીકળતાં કિરણોના પ્રકાશમાં આપણું આત્મધન આપણે જવાનું હોય છે. | મારા પૂજ્ય ગુરુદેવની સાથે પૂજ્યશ્રીનાં દર્શનાર્થે–વંદનાર્થે જવાનું બનતું ત્યારે, તેઓશ્રીના સ્વભાવની સૌમ્યતા, નિખાલસતા, જિનેશ્વર પરમાત્માના શાસનની સેવા અને પ્રભાવનાની ઉત્કટ મનેકામનાની ઊભરાતી ઊમિ એ જોઈને મન પ્રફુલ્લિત બની જતું હતું.
પૂજ્યશ્રીને આત્મા અગાધ જ્ઞાનસરોવરમાં ડૂબેલ હતા. તેઓશ્રીના જ્ઞાન દ્વારા અનેક જ્ઞાનપિપાસુ આત્માએ પોતાની જ્ઞાનપિપાસાને દૂર કરતા હતા; અનેક ધાર્મિક કાર્યોમાં એ જ્ઞાનને લાભ ઉઠાવતા હતા. સારાંશમાં, પૂજ્યશ્રીને પવિત્ર આત્મા શાસનની જળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org