________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૩૩] મહાન જૈનાચાર્યનાં થોડાંક સમરણ લેખક-શ્રી બાલાભાઈ વાડીલાલ કાપડીઆ, અમદાવાદ
(૧) ચિત્ર મહિનાના દિવસે. પ્રભાતને સમય. અમદાવાદ એટલે જૈનપુરી. તેમાં પાંજરા, પિળને ઉપાશ્રય એટલે જૈન સંપ્રદાયની પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન. ઉપાશ્રયમાં પાટ પર એક પ્રતિભાસંપન્ન આચાર્ય બિરાજેલા છે. બાળક-બાલિકાઓ આચાર્ય મહારાજને વંદન કરવા આવતાં હોય છે. વાર્ષિક પરીક્ષાના દિવસે હોય છે. આચાર્ય મહારાજ તેમને સહુને ભાવપૂર્વક વાસક્ષેપ નાંખે છે. વિદ્યાથીઓની દષ્ટિએ વાસક્ષેપચૂર્ણ મહાત્માના હાથે મસ્તક પર પડ્યો એટલે પરીક્ષામાં સિદ્ધિ. કેવી અનન્ય શ્રદ્ધા ! કેવો બાળક પ્રત્યે મહાત્માને પ્રેમભાવ! આ દશ્ય સ્મૃતિપટમાંથી કેમ કરીને ખસે? આવી હતી પૂજ્ય નંદનસૂરીશ્વરજી મહારાજની બાળકે પ્રત્યે પ્રીતિ !
પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે. બી. એના વર્ગમાં સંસ્કૃત મારે વૈકલ્પિક વિષય. મીમાંસાને એક ગ્રંથ ભણવાને. પુસ્તકનું નામ “અર્થપ્રદ. ભારે કઠણ. ગુરુમહારાજને વિનંતિ કરી: “સાહેબ, આ ગ્રંથ મને સમજાવશો? હું રોજ નિયમિત આપની પાસે આવીશ.” જવાબમાં “હા” મળી. ઉપાશ્રયમાં રોજ પાઠ લેવાનું શરૂ કર્યું. ગુરુ મહારાજે બધા મુદ્દાઓ વિશદતાથી સમજાવ્યા. તેઓશ્રીમાં મને એક વિદ્વાન ફેન સરની છટા અને ઊંડાણ માલૂમ પડ્યાં. તર્ક અને તત્વજ્ઞાનના અઘરા વિષયને ઘણું જ સરળતાથી સમજાવ્યા. આ ગુરુમહારાજ તે વિજયનંદનસૂરીશ્વરજી. ભલે સદેહે આપણી વચ્ચે ન હોય, પણ એમની સમજાવવાની શક્તિ અને ઊંડાણ કેમ કરી વીસરી શકાય?
(૩) પાંજરાપોળને ઉપાશ્રય. જ્ઞાનશાળામાં એક આચાર્ય પાટ પર બિરાજતા. બપોરને ૩થી ૪ વાગ્યાનો સમય. પાટની આસપાસ શિષ્યવૃન્દ પાઠ લેવા બેસતું. સાધુસમુદાયને ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિભાવ. ગુરુ પણ ખૂબ હૃદયની લાગણીથી પાઠ આપે. દરેક શાસ્ત્રમાં ગુરુ નિષ્ણાત. ભાષા પર પણ અદ્દભુત કાબૂ. શિષ્યોને વચ્ચે વચ્ચે પૂછેઃ “કેમ, સમજ્યો ને ?” જે શિષ્ય બરાબર ન સમજ્યા હોય તે બીજાં દૃષ્ટાંત આપી શાસ્ત્રના સિદ્ધાંત ફરીથી સમજાવે. શિષ્યોને ભણાવી તયાર કરવા એ ગુરુનું જીવનસૂત્ર હતું. કે અદ્દભુત ગુરૂ
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org