________________
[૩૧૨]
આ. વિનદનસૂરિ સ્મારકગ્રંથ પિળે વિમળનાથ પ્રભુના જિનાલયને જીર્ણોદ્ધાર થયા પછી એની પુન:પ્રતિષ્ઠા થઈ, ત્યારે જે આમંત્રણ પત્રિકા છપાવેલ, તેમાં શ્રી મૂળનાયક દાદા વિમળનાથ પ્રભુની ભવ્ય મૂર્તિની અંજનશલાકા અંચળગછના આચાર્ય ભગવંત શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબે પંદરમા સિકામાં પોતાના હાથે કરાવેલ, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. આ ઉલ્લેખ વાંચતાં લાગ્યું કે, આવા ગુણવાન આચાર્યદેવે આવી સત્યપ્રિયતા અને ઉદારતા દાખવીને ખરેખર, પિતાનું મહત્ત્વ વધાર્યું હતું. નહિતર, એમનામાં એવાં શક્તિ અને અધિકાર હતાં કે જેથી ફેરફાર કરીને લખી શકત. આવી વિશાળતા આજે ક્યાં જોવા મળશે ? ' , અંચળગચ્છનાં સાધ્વીજી મહારાજેની દીક્ષાઓ પણ તેઓશ્રીના હાથે થઈ છે. કેટલાંક સાધ્વીજીઓએ માસક્ષમણનાં પારણાં તેઓશ્રીની નિશ્રામાં કર્યા છે. કેટલાંકને દર મહિને વાસક્ષેપરૂપે મળતી એમની શુભાશિષથી સારી આરાધનાઓ પ્રાપ્ત થતી. કરછમાં કેટલાંક નૂતન જિનાલનાં ખાતમુહૂત, શિલારોપણ, પ્રવેશનાં મુહૂર્તી, અંજનશલાકા તથા પ્રતિષ્ઠાઓનાં શુભ મુહૂર્તે તેઓશ્રીના જ સ્વહસ્તે અપાયાં હતાં. ગમે તેવી નાજુક તબિયત છતાં કચ્છની કઈ પણ વ્યક્તિ જાય તે તરત કાર્ય પતાવી તેમને રજા આપી દેતાં. કચ્છ સિવાયના ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ કે મહારાષ્ટ્રથી આવેલા લાઈનબંધ માણસે એમની પાસે આવા ધર્મકામ માટે બેઠેલા જ જોવા મળતાકેઈ દીક્ષા માટે, કેઈ ઉપાશ્રય માટે, કોઈ જિનાલય માટે તે કઈ અંજનશલાકા કે પ્રતિષ્ઠાદિ માટે મુહૂર્તો પુછાવવા ને વાસક્ષેપ લેવા માટે આવેલા મહાનુભાવોને આપણે જયાં જ કરીએ, ત્યારે એમ જ લાગે કે આવા મહાન પુરુષનું જીવન તે ખરેખર, પર ઉપકાર માટે જ સજાયેલું હોય છે. એ જીવનમાંથી આપણે કંઈ મળવીએ તે તે આપણું સદ્ભાગ્ય ગણાશે. બાકી તો વિશેષ અમારા જેવા પામર શું લખી શકે ? “સાગરના ગુણો ગાગરમાં શૈ સમાય ?' - અંતમાં, ફરી ફરી તેઓશ્રીના પવિત્ર ગુણોને યાદમાં લાવી વંદન કરી વિરમીએ છીએ.
તા. ક. તેઓશ્રીમાં જે જોયું છે તે લખાયું છે. અંશમાત્ર અતિશયોક્તિથી નથી લખાયું. અંજલિ કેટલી હોય ? અલ્પ. બાકી તેઓશ્રીના ગુણોના વર્ણન માટે તે મેટ ગ્રંથ પણ એાછા પડે. આવા મહાન ઉચ્ચ આત્માને વિરહ કેમ કરી સહેવાય કે ભુલાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org