________________
[૩૧૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ પ્રતિભાસમ્પન્ન પૂ. આચાર્ય દેવ લેખક–પં. શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા, પાલીતાણું પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે અધ્યયન પ્રસંગે પ્રશ્ન ઉપસ્થિત થતાં જ્ઞ શરીર અને ભવ્ય શરીર એટલે શું?—એ અંગે વાતચીત કરતાં પૂ. આચાર્યદેવે નંદીસૂત્ર ઉપર ચાર નિક્ષેપો ઘટાવી સુંદર રીતે સાદી ભાષામાં તેનું સ્વરૂપ સમજાવ્યું હતું. તે અંગેની નોંધ તે વખતે જ મેં કરી લીધી હતી. તે આ સાથે આપી છે. આથી પૂ. આચાર્યદેવશ્રીની સમજાવવાની અજોડ શક્તિ જણાઈ આવે છે.
પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબની અમૃતવાણીમાંથી આગમથી–નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત શરીરની સમજણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
થાય
૧. નામનન્દી કેાઈ જીવ કે અજીવનું નામ નન્દી. એટલે નન્દી એવું નામ રાખ્યું હોય તે તે વ્યક્તિ નામનન્દી કહેવાય. જેમાં નન્દી ગ – ૬ એ પ્રમાણે અક્ષરાવલી
એ પણ નામનન્દી કહેવાય. ૨. સ્થાપનાનન્દી–નન્દીના અર્થને જાણનાર વ્યક્તિની જે સાકાર સ્થાપના હોય, એટલે
તેની મૂતિ હોય, અથવા અક્ષ-વરાટક વગેરેમાં જે નન્દીની, એટલે નન્દીના અર્થને જાણનાર વ્યક્તિની, અનાકાર સ્થાપના હોય, અથવા ઢાલ, મૃદંગ વગેરે વાજિંત્રની
જે સ્થાપના ચિત્રો વગેરે હોય તે સ્થાપના નન્દી કહેવાય. ૩. દ્રવ્યનન્દી–૧ આગમત, ૨ નોઆગમત , આગમથી દ્રવ્યનન્દી: નન્દીના અર્થને
ભણનાર-જાણનાર હોય, પણ અત્યારે તેમ ઉપગ ન હોય, તે આગમથી દ્રવ્યનન્દી કહેવાય. નોઆગમથી દ્રવ્યનન્દીના ત્રણ પ્રકાર છેઃ જ્ઞશરીર, ભવ્ય શરીર અને
તદ્દવ્યતિરિક્ત. (૪) જ્ઞશરીર દ્રવ્યનન્દી-આ જીવે જે શરીરથી નદીનો અર્થ જા હતો તે
જીવ મરી ગયા પછીનું જે શરીર, તે શરીરના જે પુગલસ્કછે જ્યાં જ્યાં હોય, યાવત્ ઉપર સિદ્ધશિલાના ભાગમાં ગયેલા હોય, તે તમામ તે શરીરે
ના પુદગલસ્કો જ્ઞશરીર દ્રવ્યનન્દી કહેવાય. (1) ભવ્ય શરીર દ્રવ્યનન્દી–આ જીવ વર્તમાન કાળે બાળક અવસ્થામાં રહેલું છે.
અને અત્યારે વર્તમાન કાળે આ બાળક શરીરથી નન્દનો અર્થ જાણતો નથી, પણ ભવિષ્યમાં પ્રવજ્યા લેવાને છે અને નન્દીને અર્થ ભણવાનો છે અને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org