________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૩૧૭] તેઓ તિષશાસ્ત્રના નામાંકિત જ્ઞાતા હતા. જૈન સંઘના યુગક્ષેમ તથા સમાજના સમુત્થાન અને કલ્યાણના સાચા માર્ગદર્શક હતા. પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, પૂજન આદિના મુહૂર્ત આપનાર મહાન પ્રભાવક હતા. તેમનાં મુહૂર્તો એવાં તો મંગળમય હતાં કે, બધે શાસનને જય જયકાર થતે અને આનંદની લહેર લહેરાતી, સુખ-શાંતિ અને સમૃદ્ધિના ધોધ વહેતા અને સંઘ દિન-પ્રતિદિન નવનવાં પ્રસ્થાન કરવા ભાગ્યશાળી બનતે.
તેઓ તપગચ્છના અધિપતિ અને શાસનના શિરતાજ હતા. તિથિચર્ચાનું સમાધાન કરવાની તેમની ઝંખના તેઓશ્રીના હૃદયમાં હતી, એટલું જ નહિ, સુખદ સમાધાનની ફર્મ્યુલા પણ તેઓએ તૈયાર કરી હતી. પૂ. આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીને પણ સંતોષ થાય એવી ફોર્મ્યુલાના તેઓ ઘડવૈયા હતા, પણ તપગચ્છ સંઘની એકતાનું એમનું સ્વપ્ન સાકાર થઈ શકયું નહિ તેનું તેમને ભારે દુઃખ હતું.
અનેક આચાર્યો, પદસ્થ, મુનિવરેના તેઓ સાચા સલાહકાર હતા અને સંઘના મહાન નાયક હતા.
તેઓશ્રીના સ્વર્ગગમનથી જૈન સંઘ, જૈન જગત, જૈન સમાજ, જૈન સંસ્થાઓ, જૈન તીર્થો અને હજારે ગુરુભક્તોને તેઓને માર્ગદર્શન આશીર્વાદ અને પ્રેરણાની ન પુરાય તેવી ખોટ પડી છે. રાત-દિવસ જૈન સંઘ અને શાસનના શુભ અને કલ્યાણની ચિંતા કરનાર મહારથી મહાત્માના ચાલ્યા જવાથી જૈન સંઘ નિરાધાર બની ગયો છે.
કુદરતની પાસે મનુષ્ય લાચાર છે. આપણે સૌ તેઓશ્રીના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. - એ ઉચ્ચ શાસનપ્રભાવક આત્માનાં સમાધિમંદિર તો થશે, પણ આ જ્યોતિર્ધરના અમર સ્મારક તરીકે મંદિરના નગર પાલીતાણામાં સાધુ-વિદ્યાપીઠ સ્થપાય તો આપણને વિદ્વાન વક્તા, ઉત્તમ લેખક અને સમાજકલ્યાણના પ્રેરક મુનિરને મળે અને શાસનને જય જયકાર થઈ રહે.
આપણા જ્ઞાનવારિધિ પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી આ સાધુ-વિદ્યાપીઠના કુલપતિ બને અને જૈન સમાજને વિદ્વાન સાધુઓની ભેટ આપે. પૂજ્ય ગુરુદેવના પરિવારના આચાર્યશ્રીઓ અને પદસ્થ દીનદાતાઓને આ માટે પ્રેરણા આપે અને ભક્ત દાતાઓ દાનની વર્ષા વરસાવે તે આવું એક અમર અને ઉત્તમ સ્મારક સહેલાઈથી બની રહે.
આ રીતે શ્રીસંઘ તેઓશ્રીને શ્રદ્ધાંજલિ આપે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org