________________
પ્રશસ્તિ લેખ તથા કાવ્ય
[૩૭] વનસરિતા અમીરસથી ભરપૂર હંમેશાં વહેતી રહી હતી. ચતુર્વિધ સંધ તે સરિતામાં અમૃતરસનું સ્નાન-પાન કરી આત્મશુદ્ધિ અને મનશુદ્ધિ કરતે હતો.
મહાન સિદ્ધાંતરૂપી સાગરને પાર પામેલા સૂરિજી સ્વદર્શન અને પરદશનનાં શાસ્ત્રોના મહાન જ્ઞાતા હતા.
હસ્ય એ તે તેઓશ્રીના મુખકમળ ઉપર હંમેશા ખીલેલાં પુષ્પની જેમ વિલસી રહેતું હતું. કાળધર્મ પામ્યા પછી પણ પૂજ્યશ્રીનું મુખ સ્મિત-હાસ્ય કરી રહ્યું હતું.
રાજા સમાન પૂજ્ય સૂરિજી હતા. એટલે કે બધા જ સમુદાયમાં તેઓ મેટા હતા. પણ આટલા મોટા હોવા છતાં પણ, તેઓ નિરભિમાની અને ગંભીરતાના દાખલારૂપ હતા. જ્યારે જ્યારે કોઈ તેઓશ્રીના સત્કાર્યોની પ્રશંસા કરે ત્યારે સૂરિ ભગવંતના મુખકમલમાં આ એક જ શબ્દ સ્વરૂપે ઉચ્ચારાતે હતો કે, “દેવ, ગુરુ, ધર્મના પસાયથી નેમિસૂરીશ્વરજી મહારાજની કૃપાદ્રષ્ટિથી જ આવાં શુભ કાર્યો થાય છે.”
વગતમાં મહાપુરુષે જ્યાં જ્યાં જન્મે છે, ત્યાં ત્યાં સ્વ-પર આત્માનું કલ્યાણ કરે છે. આ સૂરિભગવંતે આ પૃથ્વી પર જન્મ લઈને, પિતાનું અને બીજાનું કલ્યાણ કર્યું છે. પૃથ્વી પર તેઓ એક નરરત્ન હતા. શ્રીસંઘનું એ રત્ન છિનવાઈ ગયું અને આપણે અનાથ જેવા બની ગયા !
કરી એટલે જેઓને વૃદ્ધાવસ્થા નથી એવા સ્વર્ગના દેવ. આવા ધર્મ પ્રભાવક મહાપુરુષની કીતિને જરા કે મરણને ભય હોતો નથી.
શરૂપી દેહ તેઓનો અદશ્ય હોવા છતાં પણ પ્રત્યક્ષ અને ઉજજવળ છે. આ દેહનું એક આશ્ચર્ય એ છે કે, તેણે પોતાની અનુપમ ઉજજવળતા વડે દશે દિશાઓને પ્રકાશિત કરી છે.
પારલૌકિક અને ઉત્તમ સુખ પામેલા પૂ, સૂરિજીની શુભ પ્રેરણુઓ વડે જીવમાત્રનું સદા કલ્યાણ થતું રહે એવી ભાવના અમારા અંતરમાં જાગતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ.
જોતી જેમાં સમુદ્રની અંદર ખૂબ જ ઊંડાણમાં છીપની અંદર પડેલું હોય અને એ છીપને કેઈ ભાગ્યશાળી જીવ સમુદ્રમાંથી બહાર કાઢીને એમાંથી મોતીને મુક્તિ અપાવે છે, તેવી રીતે પૂજ્યપાદ નંદનસૂરીશ્વરજી મહારાજ, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલી કર્મરૂપી છીપની અંદર બંધિયાર થયેલા આપણા આત્માને મુક્ત કરવાનું સામર્થ્ય આપણામાં પ્રગટાવે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org