________________
t૩૦૦].
આ. વિ.નંદનસૂરિ સ્મારકગથે માણસ નંદનવનમાં જાય ત્યાં રહે ત્યાં સુધી એ સુવાસની સૌરભ અનુભવે છે. એકાદ ફૂલ લઈને બહાર નીકળે તે કેટલાય વખત સુધી સુવાસની લિજજત મેળવી શકે છે. નંદનવનનું એક ફૂલ જે સુવાસ ફેલાવી લિજજત આપી શકે છે, તો શું, આ પાંચમાં આરામાં સાક્ષાત્ નંદનવનરૂપ મહાન આત્માઓનાં જીવનમાંથી આપણને ગુણરૂપી ફૂલ મેળવવાનું ન બને? મહાપુરુષે ગુણોનું નંદનવન છે. નામે નંદન છે, ગુણે નંદન છે. એમના સાંનિધ્યમાં રહીએ ત્યાં સુધી આપણે એમના ગુણોના અનુમોદન અને અનુકરણની મઘમઘતી સુવાસ મેળવી શકીએ છીએ. તુિ એમના વિયેગ પછી શું? એમના જીવનમાંથી એકાદ પણ ગુણપુષ્પનું આલંબન લઈએ તો એમની અનુમોદના આપણા મનને મઘમઘતા નંદનવન જેવું ગુણસંપન્ન બનાવે છે.
ગચ્છાધિપતિ આચાર્ય નંદનસૂરીશ્વરજી મહારાજ ગુણોના નંદનવન સમા આવા જ મહાપુરુષ હતા. જગતના ઉપકાર માટે જ એમનું જીવન હતું. દીક્ષાની ખાણ સમી બેટાદની ભૂમિમાં જન્મ લીધો અને બાળવયમાં સંયમ સ્વીકારી, નાની વયમાં ગુરુનિશ્રામાં સર્વ શાસ્ત્રમાં પારંગતપણું મેળવીને સર્વને આદરભાવ મેળવ્યો. પોતાની અજોડ જ્ઞાનશક્તિને લીધે અનેકના જટિલ પ્રશ્નોને ઉકેલ તેઓ ક્ષણમાત્રમાં કરી સંતોષ આપતા હતા. એમના ઉદાર મનને બધા ગચ્છો સમાન હતા.
પિતાની વસ્તૃત્વ શૈલીથી તથા જૈન ધર્મના અધ્યયન-આચરણથી તેઓ જૈન-જૈનેતર સૌને પ્રિય થઈ ગયા. સૌરાષ્ટ્રમાં જાણે એમણે સામ્રાજ્ય જમાવ્યું ન હોય એવું હતું. તેઓ શાસનસમ્રાટનો જમણે હાથ અને જ્યોતિષ-શિલ્પ શાસ્ત્રના જાણકાર પૂ. આ. ઉદયસૂરીશ્વરજી મહારાજને ડાબો હાથ હતા. આવા મહાન આત્માઓના અસંખ્ય ગુણની પ્રશંસા કરવા માટે શબ્દો ઓછા પડે છે. તેઓ નાના-મોટા, ઊંચા-નીચા, જ્ઞાની-અજ્ઞાની દરેકની પ્રત્યે વાત્સલ્યથી વર્તતા. એટલે સમસ્ત સંઘ એમના એક એક ગુણને યાદ કરી આસું સારે છે. સૌનાં દિલમાં થાય છે, પિતાની જેમ હવે દિલનું દર્દ કેની પાસે વ્યક્ત કરીશું? મહાપુરુષ તે આરાધકને પણ તારે અને વિરાધકને પણ આશ્વાસન આપે.
શાસનનાં કાર્યો કરતાં તેઓ જે આનંદનો અનુભવ કરતા તે અલૌકિક હતે. છેલ્લાં કેટલાંક વરસેથી તબિયત નાદુરસ્ત હતી, છતાં શાસનનાં કાર્યો તે અપ્રમત્તભાવે ઉલાસપૂર્વક કરતા. દરેક ગચ્છ, સમુદાય, સંઘ વગેરેને ફળીભૂત મુહૂર્ત આપી સંતેષતા હતા. કદમ્બગિરિ-ડેમ પાસે પાર્શ્વનાથ ભગવાનનું નવનિર્મિત ગગનચુંબી જિનાલય એ તે એઓશ્રીનું જીવંત સ્મારક છે.
પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજ એટલે શાસનવિરોધીઓ સામે શાસ્ત્રને ટંકાર કરનાર શાસનના અજોડ યોદ્ધા. દીર્ધ ચારિત્રપર્યાયમાં તેઓશ્રીએ કર્મોની નિર્જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org