________________
[૨૯૮].
આ વિનંદનસૂરિસ્સારથ દીક્ષા પ્રસંગો, ગોદવહનપ્રસંગો, ઉપધાન, ઉજમણાં વગેરે અનેકવિધ ધાર્મિક પ્રસંગોનાં
—મુહૂર્તો, વિધિવિધાનને લગતાં માર્ગદર્શન, શિલ્પની સુમમાં સૂમ બાબતે વગેરેમાં સહુ જિજ્ઞાસુબુદ્ધિથી તેઓશ્રીની પાસે આવી અનેરો સંતોષ મેળવીને જતા.
આ પ્રસંગે એક વાત ખાસ યાદ આવે છે. એક વખત પૂજ્યશ્રી પાસે અમે કેટલાક ભાઈઓ બેઠેલા હતા. પૂજ્યશ્રીની તબિયત જરા અસ્વસ્થ હતી; તાવ આવ્યા હતે. વળી તેમને કાયમી રહેતે પાંસળીને દુખાવે પણ ચાલુ હતે. ગમે તે, ગમે ત્યારે આવે તો વિરામ લીધા સિવાય અવિરત કાર્યશીલ રહેવાના કારણે શ્રમિત પણ હતા અને તે કારણોથી થોડે આરામ લેવાની જરૂર જણાતાં આરામ લેવાની વિચારણા કરતા હતા. તેવામાં એક ભાઈ, કે જેઓ પક્ષીય શ્રદ્ધાનાં કારણે પૂજ્યશ્રી માટે અનેક સ્થળે યદ્રા તઢા બેલનારા હતા, છતાં પણ જિનાલયના શિલ્પ અને મુહૂર્તની ગૂંચ ઉકેલવા પૂજ્યશ્રી પાસે આ વિષયેના ઉત્તમોત્તમ જ્ઞાતા તરીકેની શ્રદ્ધા રાખી દેડી આવ્યા અને પૂજ્યશ્રીને ગૂંચ ઉકેલી આપવા જણાવતાં પૂજ્યશ્રીએ, પિતાની નાદુરસ્ત તબિયત અને અતિ શ્રમની ગણના કર્યા સિવાય, દોઢથી બે કલાક સુધી તેમની વિગત શાંતિથી સાંભળી અને તેમને યથાસ્થિત સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શન આપ્યું, જેથી આવનાર ભાઈ ખૂબ સતેષ અનુભવીને ગયા.
તે ભાઈ ગયા પછી અમે એ પૂજ્યશ્રીને કહ્યું કે, “સાહેબજી! આ શું? આવા માણસ માટે આપશ્રીએ આટલી અસ્વસ્થ તબિયતે પણ આટલી તકલીફ લીધી?” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે, “ભાઈ ! એ ભાઈ શ્રદ્ધા રાખી, બીજાને છોડી, મારી પાસે આવે અને હુ જે વ્યવસ્થિત સંતોષ ન આપે તો હું શાસનને બેવફા બનું, એટલું જ નહીં, આત્મિક દ્રષ્ટિએ ગુનેગાર ગણાઉં. વળી એ ગમે તેમ કરે પણ આપણાથી શાસનને બેવફા કેમ બનાય!”
કેટલી પૂજ્યશ્રીની સ્થિરતા, ગંભીરતા, ઉપકારિતા અને શાસન પ્રત્યેની વફાદારી !
પૂજ્યશ્રીનું વાત્સલ્યનું ઝરણું તો એટલું વહેતું હતું કે, નાનામાં નાનો માણસ આવે, ગમે તે સંપ્રદાયને આવે, બાળક આવે કે વૃદ્ધ આવે, ધનપતિ આવે કે નિર્ધન આવે, સત્તાધીશ આવે કે સેવક આવે બધા ઉપર એકસરખું વાત્સલ્યનું ઝરણું વહેતું જ હોય. બધાને પૂજ્યશ્રી માત-પિતાના સ્થાનની ગરજ સારતા. અને તેઓશ્રીની વાસક્ષેપ નાખવાની અને માંગલિક સંભળાવવાની પદ્ધતિનું તે શું વર્ણન કરીએ! આશીર્વાદાઈ વ્યક્તિની આંખમાં આંખ પરોવી હૈયામાં વાત્સલ્યને ધોધ ભરી દેતા. આ વાત્સલ્યનો આપણે સાક્ષાત્કાર કરી શક્યા છીએ કે, તેઓશ્રીના મૃતદેહની પાલખી ર૪ માઈલ (તગડીથી બોટાદ) સુધી ડાળી ઉપાડનારાએ, કે જેઓ અણજાણુ અને જૈનેતર હોવા છતાં, એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org