________________
t૨૯૨]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ આચાર્ય શ્રી નંદનસૂરિજી મહારાજે પૂજ્યપાદ આચાર્ય ભગવંતની પુનિત નિશ્રામાં સમકિતના રંગે રંગાઈને અને બાલ્યવયે દીક્ષા અંગીકાર કરીને શાસ્ત્રમાં નિપુણ બની, ગદ્દવહન કરી સાચા શિષ્યભાવની પ્રશંસનીય આરાધના કરી હતી, જેથી તેઓ નાની ઉંમરે આચાર્યપદ પામ્યા હતા. પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે અનુપમ ધર્મકરણી, સાધુ-સાધ્વી તેમ જ સંઘ સમુદાયને વ્યવસ્થિત રીતે જાળવવાની અપૂર્વ કુનેહ તેમ જ પોતાની અજોડ પ્રતિભાનાં દર્શન કરાવી તપગચ્છનાયક અને જૈનશાસનશણગારની વિરલ પદવી પ્રાપ્ત કરી હતી.
- આચાર્યશ્રી ન્યાયશાસ્ત્રના અજોડ વિદ્વાન હતા, તેથી તેઓશ્રી ન્યાયવાચસ્પતિ અને સિદ્ધાંતમાતડ ગણાયા. તેઓશ્રી કવિરત્ન હતા, સંસ્કૃત ભાષામાં પણ અખલિતપણે અદ્દભુત કાવ્ય રચી શકતા. ગુજરાતી ભાષામાં પણ તેઓશ્રીએ કેટલીક કૃતિઓ રચી છે, જે પુસ્તકાકારે પ્રગટ થઈ છે. આચાર્યશ્રીની અદભુત કાર્યશક્તિનાં દર્શન શ્રીસંઘના નેતાઓને વિ. સં. ૧૯ભાં રાજનગર (અમદાવાદ) મધ્યે ભરાયેલ અખિલ ભારતીય . મૂર્તિપૂજક શ્રમણ સંમેલન પ્રસંગે થયાં હતાં. વિ. સં. ૨૦૧૪ના દ્વિતીય સંમેલન પ્રસંગે તે તેઓ પોતાની કાર્યવાહી દ્વારા શાસનના સમર્થ સુકાની મનાયા.
આચાર્યશ્રીના અધ્યયન અને પરિશીલનના નિચોડરૂપે અનેક સંસ્કૃતગ્રંથો વિશિષ્ટ શિલીએ આલેખાયા છે. એમાં “જૈનમુક્તાવલી”, “જૈનતર્કસંગ્રહ”, “સમુદ્દઘાતતત્ત્વ”,
કર્મ ગ્રંથની નૂતનટીકા” અને “કદંબગિરિ સ્તોત્રનો ઉલ્લેખ કરી શકાય. તેઓનું પ્રગટ થયા વિનાનું વિપુલ સાહિત્ય પણ મેજૂદ છે.
- સદા પ્રસન્ન મુખમુદ્રા ધરાવતા એ હેતાળ સૂરિવર પાસે મદિરે, સંઘયાત્રાઓ, પ્રતિષ્ઠાઓ વગેરેનાં શુભ મુહૂર્તો કઢાવવા માટે દેશના ખૂણે ખૂણેથી લેકે આવતા અને સંતોષ પામીને તેમ જ પ્રશ્નો કે શંકાઓનાં ઉત્તરે તથા સમાધાન મેળવીને જતા. આવા મહાનુભાવો, એમની સરળતા અને નમ્રતાને જોઈને, કહેતા કે, આટલું બધું જ્ઞાન હેવા છતાં છે કઈ જાતનો ગર્વ? બીજાને સાચી વાત સમજાવવાની એમની કળા કેવી અદભુત છે! આજ સુધી આવી વિદ્વત્તા અને છટા જોવા મળી નથી. વર્તમાન જૈન શાસનમાં તેઓની બરાબરી કરી શકે એવું કંઈ નથી, તેથી તે તેઓ અજોડ કહેવાયા. - તેઓશ્રીની તિષશાસ્ત્રોમાં બહુમુખી પ્રતિભા હતી. અનેક ગ્રંથોના મૂળ સિદ્ધાંતો ને તેના સંબંધિત પ્લે કે જ્યારે તેઓશ્રીના મુખકમલથી રજૂ થતા ત્યારે વૃદ્ધ અને પ્રકાંડ જ્યોતિષીઓ પણ આશ્ચર્યચક્તિ થઈ જતા ને તેઓને અજોડ માનતા. જૈન શાસનના -સર્વ સમુદાયના સંઘે અને આચાર્ય ભગવંત એમણે આપેલાં મુહૂર્તોને માન્ય રાખતા. જ્યોતિષશાસ્ત્રમાં આટલા નિપુણ હોવા છતાં અને હજારોની સંખ્યામાં મુહૂર્ત કાઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org