________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
(રલi હતા. પણ આવા અણીના વખતે કાર્યશક્તિના મકકમ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનો શાંત પુણ્યપ્રકેપ એ વિરોધની સામે જાગી ઊઠ અને શાસનના પ્રબળ પુણ્યપ્રભાવે આચાર્ય શ્રીએ પોતાની કલમ હાથમાં લીધી અને પછી તો જોતજોતામાં કસ્તૂરભાઈ શેઠની સાથેના આખાએ તપાગચ્છ સંઘમાં અતુટ શક્તિનો સંચાર થયે. અને, આપણે બધા જાણીએ છીએ તેમ, વિરોધીઓનો વિરેજ એક ક્ષેત્રમાં કામ આવ્યો નહીં અને અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન મહાવીરનો નિર્વાણમહોત્સવ શાનદાર રીતે ઊજવાય. આ ઉજવણી ખરેખર અદ્વિતીય, અભિનન્દનીય અને અભિવન્દનીય હતી.
આ પ્રમાણે ઊજવાઈ ગયેલા મહોત્સવને યશ આચાર્યશ્રીના ફાળે પણ જાય છે.
ફરી ફરીથી તેમના ચરણોમાં ભાવવન્દન કરતા ઈચ્છું છું કે, જૈન સમાજને એક પછી એક આવા જ ભાવાચાર્યો મળતા રહે.
स्फूर्तिमती मतिर्येषां, तीक्ष्णा दक्षा च सौख्यदा । साम्यसौम्यदयालूनां, शास्त्राज्ञाबद्धचेतसाम् । समाजघाततत्त्वानां, दाहे सामर्थ्यधारिणाम् । तेषां नन्दनसरीणां, वर्णना क्रियते मया ।।
પ્રતિભાવંત સૂરિવર લેખક-પ. પૂ. પ્રવર્તક શ્રી નિરંજનવિજયજી મહારાજ અનંત ઉપકારી શ્રમણ ભગવંત શ્રી મહાવીરસ્વામીજીની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરામાં અનેક મહાન આચાર્ય ભગવંતો થયા છે. સમગુણે કરી શેભતા, તપગુણે શોભતા, અને જ્ઞાન-ધ્યાનપૂર્વક શાસનશોભાને દીપાવતા તેઓ આત્મકલ્યાણ કરી ગયા. જૈન શાસનમાં સિંહગર્જના કરતા શાસનધુરાને વહન કરતા, આજ સુધી એક પછી એક અનેક સૂરિ ભગવંતે, પ્રચંડ શક્તિ ધરાવનાર વિરલ વિભૂતિઓ જેવા, થઈ ગયા.
એવા સૂરિવરમાં વીસમી સદીમાં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ અગ્રગણ્ય મનાયા. શાસનસમ્રાટનો સમુદાય બહળે છે, અને એમાં વિશિષ્ટ શક્તિ ધરાવનાર મહાન ધર્મધુરંધરે પિતાને પ્રભાવ દાખવે છે. શાસનસમ્રાટના પટ્ટાલંકાર
જ્યોતિષ, શિલ્પ અને સિદ્ધાંત પારગામી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયદયસૂરીશ્વરજી મહારાજ સૂર્ય સમાન હતા. તેઓશ્રીની અનન્ય ગુરુભક્તિ અને સમર્પણભાવના અવિસ્મરણીય હતી. ગુરુ આજ્ઞા એ જ તેમનું જીવન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org