________________
[૭૪]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ ઉપરની પ્રતિષ્ઠાનો પ્રસંગ આપણને શાસનના સર્વમાન્ય શિરોમણિ અને સર્વશ્રેષ્ઠ અને સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે એમનાં દર્શન કરાવે છે.
આ પ્રતિષ્ઠા-પ્રસંગ જૈન સંઘમાં ત્રણસો-ચારસો વર્ષે આવ્યો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જૈન સંઘની સર્વમાન્ય પ્રતિનિધિ સંસ્થા છે; તેણે આ પ્રસંગે ચારે બાજુ દષ્ટિ નાખી શાસનના સર્વજયેષ્ઠ આચાર્ય તરીકે તેમને પસંદ કર્યો અને તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવાનું નિણીત કર્યું. પણ કુદરતને તેમની સર્વગ્રાહી પ્રતિભા વચ્ચે જ ઉઠાવી જવાનું મંજૂર હશે, એટલે તગડી મુકામે માગસર વદી ચૌદસે તા. ૩૧-૧૨-૭૫ના રેજ, અચાનક તેઓ સ્વર્ગવાસી થયા.
અમદાવાદના સંઘની તેમની શોકાંજલિ સભામાં શ્રી કસ્તૂરભાઈ શેઠે સાચું જ કહ્યું હતું કે, પ. પૂ. આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજની, કેવળ અમદાવાદને જ નહીં પણ, સમગ્ર ભારતના સંઘને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.
શાસનના સુકાની તરીકે જે જે ગુણો જોઈ એ તે સર્વ ગુણ તેમનામાં હતા. અપાર કરુણા, નિખાલસ સ્વભાવ, શાસન પ્રત્યેનો અવિહડ રાગ અને પરિણામનો વિચાર.
કેટિ કોટિ વંદન છે તે સૂરિભગવંતને !
સમર્થ સંઘનાયક લેખક–પ. પૂ. આ. શ્રી વિજયેન્દ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજ
જ્યોતિષ (મુહૂર્ત) અને શિલ્પશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાતા આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજનું જીવન એક આદર્શ ધર્મનાયકની ભવ્ય છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. અમારા વડીલ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાથે તેઓનો સંબંધ ખૂબ નિકટતાભર્યો હતો. સંવત ૨૦૦૭માં શંખેશ્વરમાં મિલન થયું. એ પછી ભાવનગર, ખંભાત, ધંધુકા અને અમદાવાદમાં યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના જન્મશતાબ્દી પ્રસંગે મુંબઈ જતાં વિહારમાં મિલન થયેલ. અને તે સમર્થ સંઘનાયકનું માર્ગદર્શન પત્રવ્યવહાર દ્વારા હંમેશા ઉદારતાપૂર્વક મળતું હતું.
ભારત સરકાર દ્વારા અને જેનો દ્વારા જ્યારે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણવર્ષની ઉજવણી પ્રસંગે અમુક વગે વિરોધ ચાલુ રાખ્યો હતો, ત્યારે આ આચાર્ય શ્રીએ સ્પષ્ટ જણુવ્યું હતું કે, “૨૫૦૦માં વર્ષની ઉજવણી કરવી જ જોઈએ અને તેને વિરોધ કરે એ ગેરડહાપણભર્યું કૃત્ય છે.” વિરોધીઓએ ઠેર ઠેર વિરોધ કર્યો, પણ આખરે ઉજવણી સારી રીતે ઊજવી શકાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org