________________
પ્રશસ્તિ લેખે તથા કાવ્ય
[૬૯] થયા ધન્ય પિતા હેમચંદ માતાશ્રી જમના ભવ ધરી,
નિજ બાળ ઉત્તમ નત્તમને જિનોત્તમ શરણે કરી...... ઓગણીસ પંચાવન સંવત પાવન જન્મ શુભ રેજે આપતી,
ઓગણીસે બત્રીસ સંવત આજે મહા દુઃખે રે રડાવતી; જનમ્યા તેણે જાવું નકી વદી ચતુર્દશી સમજાવતી,
પિતે તરી તારી જતા દુનિયા ગુણે તસ ગાવતી જુગ જુગ જી નંદનસૂરીશ્વર વંદના ભાવે કરું,
શ્રદ્ધાંજલિ કરી અંજલિ તુમ ચરણકમલે રે ધરું; કંઈ દેષ મુજથી જે થયા મિચ્છામિ દુક્કડ ઉચરું,
આશિષ પામી આપની જિનભક્તિ એ ભવથી તરું. (તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ, અમદાવાદ શ્રીસંઘની ગુણાનુવાદ સભામાં ગવાયેલ ગીત)
બહુશ્રુત આચાર્ય શ્રી નન્દનસૂરિજી લેખક–પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, અમદાવાદ એ મારુ દુર્ભાગ્ય જ ગણું છું કે પૂ. નંદસૂરિને સમાગમ, મને બહુ મોડે થયો. દૂરથી દર્શન તે કર્યો હશે, પણ પરિચયમાં આવવાને અને નજદીકથી તેમને જાણવાનો અવસર ત્યારે મળે જ્યારે તેમનું મૃત્યુ નજીક જ હતું. એટલે એમના પાસેથી જે લેવાનું હતું તે લેવાયું નહિ તેને અસંતેષ રહી ગયેલ છે. આચાર્ય સુરિસમ્રાટ શ્રી નેમિસૂરિનાં દર્શન તે નાનો હતો ત્યારે ધ્રાંગધ્રામાં તેમની વિશાળ વ્યાખ્યાનસભામાં, જ્યારે તેઓ સંઘયાત્રામાં જઈ રહ્યા હતા ત્યારે, કરેલાં. પછી તો એમનાં દર્શન કરવાને અવસર જ્યારે પણ મળ્યો નથી. એમના તેજસ્વી વિરાટ વ્યક્તિત્વનું ચિત્ર આજે પણ સમૃતિમાં તાજું જ છે. પણ આચાર્ય નંદનસૂરિનું વ્યક્તિત્વ કાંઈક જુદા જ પ્રકારનું હતું તેજથી આંજી નાખે તેવું નહીં પણ સૌમ્ય અને ગરવું. તેમની પાસે બેઠા હોઈએ તે કઈ આત્મીય જન સમક્ષ બેઠા હોઈએ એ અનુભવ થતો અને આવી આત્મીયતા એ વિરલ છે, તેથી જ તે તેમના પ્રત્યે વિશેષ આકર્ષણ થયું હતું અને વારંવાર એમના દર્શન કરવાનું મન થતું.
તેમનું વ્યાખ્યાન મેં એક જ વાર સાંભળ્યું છે અને તે સાંભળી તેમની વિદ્વત્તા અને તાત્વિક સમાજ પ્રત્યે જે બહુમાન મને થયું છે તે મારે માટે જીવનનો એક લહાવે માનું છું. જેન સાધુસમાજમાં વિચારેની ઉદારતા, જે કેટલાકમાં દેખાઈ છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org