________________
પ્રશસ્તિ : લેખે તથા કાવ્ય
[૨૬૩] માગણી રહેતી. અને તેઓ પણ, પિતાની અસ્વસ્થ તબિયતની ચિંતા કર્યા વગર, પોતાનું ધર્મકર્તવ્ય ગણીને, એવાં મુહૂર્તે શાંતિ અને ઉલ્લાસથી કાઢી આપતા અને આ બધે ગુરુકૃપાનો જ પ્રતાપ છે એમ માની પોતાની નમ્રતા બતાવતા.
તેમણે આપેલ સટ મુહૂર્તનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. જૂનાગઢમાં ગામદેરાસરની કેટલાંક વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થવાની હતી. તેનું મુહૂર્ત તેમની પાસે નક્કી કર્યું. પરંતુ ત્યાર બાદ બીજા આચાર્ય મહારાજશ્રીએ આ મુહૂર્તથી સંઘમાં ઉત્પાત થશે તેમ જણાવેલું. પણ મહારાજશ્રીએ આપેલ મુહૂર્ત મંગલમય હોઈ તે ફેરવવું ગ્ય લાગેલ નહીં અને તેમણે આપેલ મુહૂર્ત પ્રતિષ્ઠા કરવામાં આવી. પરિણામે સંઘમાં ઘણું વખતથી ચાલતા કલેષનું સમાધાન થઈ ઘણી જ સુંદર રીતે પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ થઈ.
તેઓની ઉદાર અને વિશાળ દષ્ટિનો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. જ્યારે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે અમદાવાદમાં તેઓશ્રીની ગુણાનુવાદ સભા પૂજ્ય શ્રી વિજયનંદનસૂરિજી મહારાજની નિશ્રામાં બોલાવવા તેમના સમુદાયના મુનિ મહારાજે વિનંતિ કરતાં તેઓએ તે તરત જ કબૂલ રાખી અને તેઓશ્રીએ એ સભામાં કોઈ પણ જાતના સંકેચ વગર સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના ગુણોની મુક્ત મને પ્રશસ્તિ કરી હતી. આવા પ્રસંગે તેઓએ કેળવેલી ઉદાર વૃત્તિ અને સમતાની ભાવનાનાં દર્શન થતાં.
એ જ રીતે તેઓ સ્વ-પર સમુદાયને ભેદ ટાળીને બધા સમુદાયના મુનિરાજને મમતા અને વાત્સલ્યથી આવકારતા, તેથી કોઈ પણ સમુદાયના મુનિવર તેઓની પાસે સંકોચ વગર જઈને પોતાની વાત કરી શકતા અને જરૂરી સમાધાન મેળવી શકતા. તપગચ્છ જૈન સંઘમાં તિથિચર્ચાને કારણે બંને પક્ષના ગૃહસ્થો પૈકી કોઈ પણ ગૃહસ્થ એમની પાસે મુહૂર્ત માટે કે દેરાસર કે એવી બીજી બાબતમાં સલાહ લેવા જતા, તો તેઓ એમને પ્રેમભાવે આવકારતા અને નિખાલસપણે સલાહ આપતા. ,
તેઓને પોતાની વાચા તથા કલમ ઉપર ઘણે કાબૂ હતો. અને એમની વાચા તથા લખવાની શૈલી એવી ગંભીર હતી કે જેથી તેઓ પોતાને કહેવાની વાત બરાબર સચોટપણે કહી શકતા. કોઈ ખાસ પ્રસંગ કે મુદ્દાને ધ્યાનમાં લઈને જ્યારે તેઓ કોઈ લખાણને મુસદ્દો તૈયાર કરતા ત્યારે એમાં સ્પષ્ટતા, દલીલો અને વસ્તુસ્થિતિની રજૂઆત જોઈને એમ જ લાગે કે સારા વકીલ-બેરીસ્ટર જેવા કાયદાના જાણકાર પણ આવું મુદ્દાસરનું અને સચોટ લખાણ ભાગ્યે જ લખી શકે. આ બાબત કઈ પણ પ્રશ્નને સમજવાની તેઓ કેવી ઊંડી સૂઝ ધરાવતા હતા અને એના ઉકેલ માટે એમના મનમાં કેટલી સ્પષ્ટતા હતી તેનું સૂચન કરતી હતી. તેમના લખાણની તથા વ્યાખ્યાનની શૈલીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org