________________
પ્રશસ્તિ : લેખા તથા કાવ્યો
[૨૧]
બાબતને પણ તે મુદ્દલ સહન ન કરતા. તેમાંય આચારધર્મની ઉપેક્ષા તરફ તેા તેઓને સખ્ત અણગમા હતા, અને આવા પ્રસંગે કઠોરમાં કઠોર અનુશાસન કરતાં પણ તે અચકાતા નહી. પેાતાના સાધુસમુદાયને સયમમાર્ગમાં સ્થિર કરવાની આચાર્ય મહારાજની આ ર્દિષ્ટ આજે તે દાખલારૂપ બની રહે એવી છે.
જ્ઞાન અને ક્રિયાની ખરાખર આરાધના કરવામાં ન આવે તે સાધુજીવન બિલકુલ નિષ્ફળ બની જાય, એ વાત તે ખરાખર સમજતા હતા. પોતાના સમુદાયના સાધુઓને આ રીતે કેળવવા માટેની તકેદારીને લીધે જ તેઓ અનેક વિદ્વાન અને ચારિત્રપાત્ર આચાર્ય જૈન શાસનને ભેટ આપી શકયા હતા. અને પૂજ્ય વિજયનંદનસૂરિજી મહારાજ એમાંના એક હતા અને એમણે શાસનસમ્રાટ આચાર્ય મહારાજના પૂરા વિશ્વાસ પ્રાપ્ત કર્યા હતા.
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી મંદિર વગેરેના શિલ્પશાસ્ત્ર સંબંધી તથા ખાતમુહૂર્ત, પ્રતિષ્ઠા વગેરેનાં મુહૂર્તો મેળવવાની બાબતમાં સૌકાઈ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની દોરવણી સ્વીકારતા.
વળી, પોતાની નિખાલસતા, શાસ્ત્રનિપુણતા, વત્સલતા વગેરે ગુણાને કારણે સાધુસમુદાયમાં પણ એમણે સારી ખ્યાતિ મેળવી હતી.
જેમ તેએ ઊડા શાસ્ત્રાભ્યાસને કારણે, શાસ્ત્રીય ખાતાને બહુ સારી રીતે સમજી શકતા અને એનુ નિરાકરણ કરી શકતા, તેમ વ્યાપક વ્યવહારુ બુદ્ધિને કારણે શ્રીસ ઘ કે ધર્મમાં ઊભા થયેલા પ્રશ્નોના મને પણ સારી રીતે સમજી શકતા અને એના ઉકેલ કેવી રીતે આવી શકે તે પણ બતાવી શકતા. આચાર્ય મહારાજે સારા પ્રમાણમાં મેળવેલી લેાકચાહનામાં એમની આવી વ્યવહારદક્ષતાને પણ મોટો ફાળો છે.
કાઈ પણ ખાખતને નિર્ણય પૂરી વિચારણા કર્યા પછી જ કરવાના એમના સ્વભાવ હતા. અને આ રીતે અમુક ખાખતમાં નિર્ણય કર્યા પછી, ગમે તેવા વિરાધની સામે પણ પાતાની વાતને વળગી રહેવાની દઢતા અને નિર્ભયતા એમના જીવનમાં અનેક વખતે જોવા મળી હતી.
છેલ્લે છેલ્લે, ભગવાન મહાવીરના પચીસસામા નિર્વાણુ વર્ષની રાષ્ટ્રીય ઉજવણી સામે તથા ગયા વર્ષે શ્રી શત્રુંજય મહાતીર્થં ઉપર થયેલ પ્રતિષ્ઠાના આદેશેાની આપવાની પદ્ધતિ સામે, આપણા સંઘના અમુક વર્ગ તરફથી, જે વિરાધ જગવવામાં આવ્યા હતા, તેથી તેઓ જરાય ચલાયમાન થયા ન હતા. અને તેથી જૈન સંધના એમના તરફના આદરભાવમાં વધારા થયા હતા.
તેઓના કાળધમ જ્યારે તેએ કીતિના ઉચ્ચ શિખરે હતા ત્યારે થયા હતા, એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org