________________
પ્રશસ્તિ : લેખે અને કાવ્યો
[૫૯] સારી રીતે શ્રમ કરેલો અને એક વિશિષ્ટ વિદ્વાનને શોભે તેવી ખ્યાતિ પ્રાપ્ત કરેલી. તેમને શાસ્ત્રાભ્યાસ તેમની સંયમની આરાધનાને પરિપિોષક બનેલો.
ઉપરાંત, મધ્યસ્થ વૃત્તિ, વૈર્ય, સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવની ભાવના વગેરે ગુણો તેમનામાં પ્રગટ થાય તે અર્થે શાસ્ત્રાભ્યાસ જ સંપૂર્ણ નિમિત્તરૂપ થયેલે. મારી
સ્મૃતિ પ્રમાણે તેમણે સંપ્રદાયના કલહમાં કદી ભાગ લીધો નથી. તેમ જ કોઈ પણ સાંપ્રદાયિક વિચારનો એકાંતપણે આદર કરેલ નથી. વાણીમાં અને વર્તનમાં સ્યાદ્વાદના સિદ્ધાંતને તેમણે અગ્રસ્થાન આપેલ છે.
પાંજરાપોળના ઉપાશ્રયે હું કદી ગયેલો નહીં. મને સાધુઓની એકાંગી વૃત્તિની વિશેષ શંકા રહેતી અને વિચારભેદ અંગે સાધુઓની અસહિષ્ણુતાને પણ ભય રહેતો. મારા મિત્ર પં. શ્રી દલસુખભાઈ એ તથા શ્રી રતિલાલભાઈ દેસાઈ એ મને ચક્કસ કહેલ કે તમે શ્રી નંદસૂરિને મળો તો તમને તેમની અનેકાંતવિચારશ્રેણિની અને મતસહિષ્ણુતાની ખાતરી થશે. જ્યારે હું તેમને પ્રત્યક્ષ મળે ત્યારે જે વાત મારા મિત્રોએ મને કહેલી તેને મને પ્રત્યક્ષ અનુભવ થયો.
શ્રાવક કરતાં મારી સાધુઓ પ્રત્યે વિનયભાવ બતાવવાની રીત જુદી છે; છતાં મારી એ રીત વિશે આચાર્ય શ્રી નંદનસૂરિએ લેશ પણ અરુચિ ન બતાવતાં પહેલે જ સમાગમે તેમણે મને પોતાનો મિત્ર બનાવી દીધો.
આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મારા સન્મિત્ર હતા જ, અને મારા કુશલકર એ મહાનુભાવ સાથે જેમ હું વિનયથી વર્તત તેમ જ શ્રી નંદનસૂરિ સાથે પણ મેં વર્તવાનું શરૂ રાખ્યું અને ધીરે ધીરે સમાગમ વધતાં અમારી વચ્ચે વિશેષ આદરપાત્ર મિત્રતા વધી. અને પછી તો હું તેમની પાસે વારંવાર જઈને તેમના સમાગમનો લાભ મેળવવા લાગે. | મારા ભિન્ન વિચારોનો તેમને ખ્યાલ ન હતો એમ નહોતું, પણ કદી પણ તેમણે એ વિશે મારી સાથે ચર્ચા કરી જ નથી. જ્યારે જ્યારે તેમની પાસે ગયો છું ત્યારે ત્યારે તેમનું સુખદ સ્મિત જ અનુભવેલ છે.
તેમનો પરિચય થવાથી મુનિ શ્રી શીલચંદ્રજીને પણ મને ઠીક ઠીક પરિચય થયો. અને મુનિ શીલચંદ્રજીને પણ ઉદાર વિચારવાળા અને સમભાવી વૃત્તિવાળા મેં બરાબર અનુભવ્યા. હું મૂળ વળા (વલભીપુર)નો છું અને તેઓ મૂળ ભાવનગરના છે; આમ ભૂગોળની દૃષ્ટિએ પણ અમારી એકતા બરાબર હોવાથી પારમાર્થિક દૃષ્ટિએ પણ એકતા જ સધાતી રહી છે, અને આચાર્ય શ્રી નંદનસૂરિજી સ્વર્ગવાસી થતાં અમને બન્નેને તેમની બેટ ઘણી જ સાલી રહેલ છે. પણ નિયતિ પાસે કોઈનું કશું જ ચાલતું નથી, એવી વિચારણા દ્વારા સમાધાન મેળવીને અમારી પરસ્પરની મિત્રતા આગળ વધી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org