________________
[૨૬૬]
આ. વિનંદનસૂરિ સ્મારકગ્રંથ
હાર્દિક શ્રદ્ધાંજલિ પરમપૂજ્ય, પરમશાસનપ્રભાવક ક્ષાત્યાદિગુણલંકૃત આચાર્યદેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ કદી વિસરાય તેમ નથી. તેઓશ્રી સાથે ઘણી વખત મળવાનું થયું છે. અને તે તે વખતે તેઓશ્રીનું સૌજન્ય, સહદયીપણું દિલને આનંદ અને સંતોષ આપનાર બન્યું છે. જ્યારે જ્યારે ટપાલથી કે માણસ મોકલીને તેઓશ્રીને મુહૂર્તો પુછાવ્યાં ત્યારે ત્યારે તુરત જ સુંદર મુહૂર્તો મોકલ્યાં છે. આ બાબતમાં તે હિંદભરના શ્રીસંઘને તેઓશ્રીની મહાન ખોટ પડી છે. મુહૂર્તી બાબતમાં તો સહુને તેઓશ્રી આધારભૂત હતા. એક વખત તે અમે કદંબગિરિ તળાજા થઈ ભાવનગર સુધી વિહારમાં તેઓશ્રી સાથે હતા ત્યારે પણ તેઓશ્રીની લાગણી ને પ્રેમ તથા શાસનનાં કાર્યો કરવાની ધગશ અમે એ અનુભવી છે. નાના મુનિઓ સાથે પણ તેઓશ્રી સદ્દભાવ અને પ્રેમપૂર્વક વાર્તાલાપ કરતા અને પ્રશ્નોના જવાબ સંતોષકારક આપતા; સાથે રહેનાર અન્ય સાધુઓને કોઈ અગવડ ન પડે તેની પૂરી તકેદારી રાખતા. મંદિર અને મુહૂર્તોને લગતી બાબત તે તેઓશ્રીની મોટે ભાગે આખરી ગણાતી. આવા સૂરિપ્રવરને હાર્દિક શ્રદ્ધાંજલિ સાથે અમારા કેટીશઃ વંદન. –પ. પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ડેલાવાળા)
શાસન સ્તંભસૂરીશ્વરજી સમતારૂપી દિવ્ય રસના સિંધુ સમાન, કનકાચલ જેવી અચલ અને સ્વર્ણિમ પ્રતિભાવાળા, વિવિધ અનુગાદિથી પરિપૂર્ણ, આગમશાસ્ત્રોરૂપ કલાથી યુક્ત એવા શાસનપ્રાસાદના આધારસ્તંભ સમાન, ષડ્રદર્શનાર્ણવ-પારગામી, ગ્રહગોચર-વિજ્ઞાનના ધારી, પરમપૂજ્ય, શાસ્ત્રવિશારદ, સ્વગય આચાર્ય ભગવંત, શ્રીમદ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રીસંઘના અદ્વિતીય ઉપકારી હતા. તેઓશ્રીની શાસનસેવા અજબ કેટીની હતી. તેઓશ્રીના દીર્ઘ સંયમજીવન દરમ્યાન અનેક જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ વગેરે ધર્મકાર્ય થયાં, કે જે શાસનની અનુપમ શોભામાં વૃદ્ધિ કરનારાં બન્યાં. પ્રૌઢ પાંડિત્યપૂર્ણ સ્વભાવવાળા હેવા છતાં તેઓશ્રીમાં સરળતા અને પ્રસંગે પાત્ત રમૂજીપણાનાં પણ દર્શન થતાં હતાં. આવા મહાન સૂરિપુંગવના સ્વર્ગગમનથી શાસનને મહાન ખોટ પડી છે. તેઓશ્રીને નિર્મળ આત્મા અખંડ શાતિને અવિરત પથિક બની રહે એવી શાસનદેવને પ્રાર્થનાપૂર્વક અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
-પ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. –પ. પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. તથા –પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org