________________
[૧૦૮]
આ. વિ.નંદનસૂરિ સ્મારકગ્રંથ “વળી, પૂ. શ્રી વિજયહીરસૂરિજી મહારાજના સમયમાં પણ આ જ રીતની પ્રણાલિકા માન્ય હતી, અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજાએ અપનાવી હતી, જે અત્યાર સુધી આપણે વારસામાં અવિચ્છિન્ન રીતે ચાલી આવે છે. અને તે જ પ્રણાલિકા સંવિગ્ન વિદ્વાન ગીતાર્થ મહાપુરુષોએ આદરેલી અને આચરેલી છે, જેમાં કોઈ પણ જાતના તર્કને કે શંકાને કે ચર્ચાને અમે અવકાશ માનતા નથી.
કઈ વર્ગની એવી માન્યતા હોય કે આ પ્રણાલિકા યતિઓના ગાઢ અંધકારમય સમયમાં અસંવિગ્ન, અગીતાર્થ અને પરિગ્રહધારી શિથિલાચારીઓએ ચલાવી છે, તે તે માન્યતા તે વર્ગને જ ભલે મુબારક રહે ! યતિઓમાં ભલે શિથિલાચાર અને પરિગ્રહ કહીએ, છતાં એટલું તો ચોક્કસ છે કે તેઓ વીતરાગધર્મમાં પૂર્ણ શ્રદ્ધાનંત તો હતા જ. તેઓને તિથિ બાબતમાં ઈરાદાપૂર્વક અશુદ્ધ પ્રરૂપણા કરવાનું કાંઈ પણ કારણ માનવાની જરૂરત નથી. તેઓએ તો તે કાળમાં ધર્મને સાચવી રાખ્યો હતો.
“છતાં એટલું પણ ચોક્કસ છે કે પૂર્વોક્ત બાર પર્વતિથિની આરાધનામાં ક્ષય-વૃદ્ધિ ન કરવી અને તેના બદલે અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવી, આ અત્યાર સુધી ચાલી આવતી અવિચ્છિન્ન શુદ્ધ પ્રણાલિકા સેંકડો વર્ષોથી આખા ગ૭માં આપણી પૂજ્ય વડીલ અપનાવતા આવ્યા છે, તે આપણે અનુભવીએ છીએ અને પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિ મહારાજના ડહેલાના ઉપાશ્રયની સ્થાપનાથી અત્યારની ઘડી સુધી આપણે પણ તે રીતે જ આખા તપાગચ્છમાં વર્તીએ છીએ. ભલે એક વર્ગે લૌકિક પંચાંગમાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં આરાધનામાં પણ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખવાની જુદી પ્રણાલિકા, તપાગચ્છના તમામ આચાર્યાને જણાવ્યા સિવાય, બાવીસ વર્ષથી આચારી, પણ વિ. સં. ૧૨ પહેલાં તે આખા તપાગચ્છમાંથી તેમ જ તે વર્ગમાંથી પણ કઈ પણ વ્યક્તિએ, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણિવિજયજી દાદા, પૂ. શ્રી બૃહેરાયજી મહારાજ, શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, પં. શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયારામ મહારાજ, ૫. શ્રી સૌભાગ્યવિમળજી મહારાજ, પં. શ્રી ગંભીરવિજયજી ગણિ, બંનેય કમળસૂરિજી મહારાજ, શ્રી નીતિસૂરિજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, મુનિ શ્રી હસવિજયજી મહારાજ, કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રી વલ્લભસૂરિજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ તથા શ્રી ઝવેરસાગરજી મહારાજ, શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ તથા શ્રી મોહનલાલજી મહારાજ, મુનિ શ્રી કાંતિમુનિજી મહારાજ, શ્રી ખાંતિસૂરિજી મહારાજ વગેરે તમામ આપણું વડીલ પૂજ્ય મહાપુરુષોએ એ જ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની પ્રણાલિકા) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરુષ ગીતાર્થ હતા, અગીતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org